શોધખોળ કરો
આગામી સપ્તાહે પણ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના
1/3

રાજકોટ: છેલ્લા ત્રણ-ચાર દિવસમાં અવિરત વરસાદ વરસ્યા બાદ સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં પણ ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના ઉભી થઈ છે. રાજકોટ, ચોટીલા, જામનગર જેવા શહેરોમાં ધોધમાર વરસાદની સાથે સાથે ગુજરાતમાં પણ ઠેકઠેકાણે મેઘકૃપા વરસી છે. કેટલીક જગ્યાએ તો ભયજનક સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. હાલ સિસ્ટમ્સ વિખેરાઈ ગઈ વરસાદ ઓછો પડવાની શક્યતા છે. પરંતુ વધુ એક સિસ્ટમ્સ આવી રહી છે જેની અસરથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ પડી શકે છે.
2/3

હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ છે કે હાલની સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરની સિસ્ટમ્સ વિખેરાઈ ગઈ છે પણ તેના પાંખીયા વાદળોની અસર હજુ એકાદ સપ્તાહ રહેશે. આગામી ૨૨મી સુધી આ સિસ્ટમની અસર જોવા મળશે. છૂટાછવાયા સ્થળોએ ઝાપટાઓ ચાલુ જ રહેશે. જોકે ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે.
Published at : 17 Jul 2017 03:14 PM (IST)
Tags :
Gujarat RainsView More























