શોધખોળ કરો
જસદણ પેટા ચૂંટણીના પાંચ રાઉન્ડમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને કેટલા મત મળ્યાં, જાણો વિગત

1/4

રાજકોટ: જસદણ વિધાનસભા પેટાચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના પાંચ રાઉન્ડમાં ભાજપના કુંવરજી બાવળિયાને 24,534 મતો મળ્યાં છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 16849 મતો મળ્યાં છે. કુંવરજી બાવળિયા હાલ 7685 મતોથી આગળ છે.
2/4

28 ચૂંટણી કર્મચારી દ્વારા મતગણતરીની કાર્યવાહી કરાશે. 17 માઈક્રો ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવી. પેરામિલિટરીની એક ટીમ કંટ્રોલરૂમ પર હાજર રહેશે, જેથી સમગ્ર મતગણતરીની પ્રક્રિયા સરળ બનાવી શકાય.
3/4

19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. એક જ સેન્ટરના 14 ટેબલ પર ગણતરી થશે. જસદણની મોડલ સ્કૂલ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકશે કે જસદણની જનતાએ પોતાના પ્રતિનિધિ તરીકે કોને પસંદ કર્યાં છે.
4/4

આ પેટાચૂંટણી ભાજપ અને કોગ્રેસ બંન્ને માટે નાકની લડાઇ છે. ભાજપ તરફથી મંત્રી કુંવરજી બાવળિયા મેદાનમાં છે તો કોગ્રેસ તરફથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. મતગણતરી શરૂ થાય તે અગાઉ જ કુંવરજી અને અવસર નાકીયાએ પોતાની જીતના દાવા કર્યા છે. અહીં 20 ડિસેમ્બરે મતદાન થયું હતું જેમાં સરેરાશ 72 મતદાન થયું હતું.
Published at : 23 Dec 2018 09:06 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
દેશ
Advertisement
