સામાન્ય જમણવાર જેવી બાબતમાં કલાક પહેલાં ચોરીનાં ચાર ફેરા ફરી દાંપત્ય જીવનનાં તાંતણે બંધાયેલ દંપતી છુટ્ટા પડી જતાં જાન લીલાં તોરણે પાછી લઈ જવી પડી હતી. આ ઘટના બનતાં સૌ કોઈ ચોંકી ગયા હતાં.
2/4
રાત્રિના સમયે જાનૈયા અને માંડવીયા વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીટી પોલીસના પી.એસ.આઈ ઠાકોર સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બંને પક્ષના વકીલ મંડળ આવી ચડતા સગાઈ તેમજ લગ્ન વખતે એકબીજાને આપવામાં આવેલ ચીજવસ્તુઓ પરત કરવામાં આવી હતી. ચાર ફેરા ફર્યાની ગણતરીની મીનિટમાં જ મંડપ મધ્યે છુટાછેડા થયા હતા તેવું લોકો દ્વારા ચર્ચામાં કરવામાં આવતી હતી.
3/4
ગોંડલના જેતપુર રોડ ઉપર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભ યોજાયો હતો. ખેડાથી આવેલ જાન અને પાટીદડના માંડવીયાઓની હસી ખુશીથી લગ્ન વિધિ થઈ રહી હતી. આ દરમિયાન ભોજન સમારંભ સમયે કોઈ કારણોસર જાનૈયા અને માંડાવીયાઓ વચ્ચે ઝઘડો થતાં ઝઘડો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો.
4/4
રાજકોટ: ગોંડલમાં પાર્ટી પ્લોટમાં પટેલ પરિવારના લગ્ન યોજાયા હતા. આ લગ્નમાં મહેમાનો માટે ભોજન સમારંભનું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં ભોજન સમારંભમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે માથાકૂટ સર્જાતા નવદંપતિના છૂટાછેડાની નોબત આવી હતી.