શોધખોળ કરો
રાજકોટઃ કોલગર્લ સાથે બે વર્ષના પ્રેમપ્રકરણનો કરુણ અંતઃ કેમ કરી નાંખી તેની હત્યા?
1/4

આ ઘટનાની વિગતો એવી છે કે, મૂળ ઉત્તર પ્રદેશની અને કેટલાય સમયથી રાજકોટમાં રહીને દેહવ્યાપાર સાથે સંકળાયેલી 28 વર્ષીય મોહિદાને જયદીપ તુલસીદાસ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમસંબંધ દરમિયાન જયદીપ મોહિદા સાથે લગ્ન કરવાની વાત વારંવાર કરતો હતો. દરમિયાન આજે જયદીપે મોહિદાને ફરીથી લગ્નની વાત કરી હતી. જોકે, મોહિદાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં જયદીપ ઉશ્કેરાઇ ગયો હતો અને મોહિદાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
2/4

રાજકોટઃ શહેરના રેડલાઇટ એરિયામાં એક કોલગર્લની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. કોલગર્લને છરીના ઘા મારીને હત્યા કરેલી લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. તેમજ કોલગર્લની હત્યા કેમ કરવામાં આવી તે અંગે પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, આ કોલગર્લ છેલ્લા બે વર્ષથી જયદીપ નામના યુવક સાથે પ્રેમમાં હતી અને આ જ પ્રેમપ્રકરણે તેનો જીવ લીધો છે.
Published at : 19 Sep 2016 04:07 PM (IST)
Tags :
Rajkot MurderView More





















