આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ઢેબર રોડ પર એપી ફિટનેસ ક્લબ નામનું જીમ ધરાવતો અંકિત પરમાર વર્ષ 2012માં ફેસબૂકથી પ્રિયા(નામ બદલ્યું)ના સંપર્કમાં આવ્યો હતો. ફેસબૂક અને વોટ્સએપ પર ચેટિંગ પછી બંને વચ્ચે મિત્રતા થી ગઈ હતી.
2/5
અંકિતે પ્રિયાને કોઇને કહીશે તો ફોટો અને વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું પૂરતું ન હોય તેમ અંકિતે પ્રિયાને વોટ્સઅપમાં બીભત્સ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે પણ યુવતીને અપમાનિત કરી હતી. યુવતીએ આ અંગેની એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
3/5
પ્રિયા મળવા આવતાં અંકિતે જીમનું શટર બંધ કરી તેને ગોંધી રાખી હતી. એટલું જ નહીં, પ્રિયા સાથે મારઝૂડ કરી હતી અને તેને વોશરૂમમાં લઈ જઈને પ્રિયાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. બળાત્કાર પછી અંકિતે પ્રિયાને ધમકી પણ આપી હતી.
4/5
રાજકોટઃ શહેરના ઢેબર રોડ પર જીમ ધરાવતા યુવક સામે તેની ફ્રેન્ડ દ્વારા જ બળાત્કારની ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીમ સંચાલક સામે જીમમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
5/5
બંને વચ્ચેની વાતચીતમાં પ્રિયાએ પોતે અનુસૂચિત જ્ઞાતિની હોવાનું અંકિતને જણાવી દીધું હતું. જોકે, અંકિતે તેની જ્ઞાતિથી કોઈ ફરક પડતો ન હોવાની જણાવી લગ્ન કરવાનું વચન આપ્યું હતું. આ રીતે વિશ્વાસ પ્રસ્થાપિત કરી ગત નવેમ્બર 2017માં પ્રિયાને મળવા માટે જીમ ખાતે બોલાવી હતી.