ચંદીગઢમાં ટ્રાયલ સૌથી પહેલાં શરૂ કરાઈ રહી છે. તેનું કારણ છે કે ચંદીગઢના તમામ પેટ્રોલપંપો ઓટોમેટિક છે. તમામ પંપો કંપની સાથે સીધા લિન્ક હોવાને કારણે વ્યવસ્થાનો ટ્રાયલ કરવામાં કોઈ પણ કંપનીને તકલીફ નહીં પડે.
2/5
3/5
પ્રાપ્ત માહિતી અનુસાર રોજ રાતે 12 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આવશે. લોકોને રાતે 12 વાગે કે સવારે પેટ્રોલ/ડીઝલ ભરાવતી વખતે નવો ભાવ ખ્યાલ આવી જશે.
4/5
ઇન્ડિયન ઓઇલના સિનિયર ડિવિઝનલ મેનેજર સચિન શર્માએ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે આના કારણે લોકોને ફાયદો થશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો જે ભાવ હશે તે દરે ચંદીગઢના ગ્રાહકોને પણ પેટ્રોલ અને ડીઝલ મળશે. તેમણે જણાવ્યું હતું કે વ્યવસ્થા 1 ડિસેમ્બરે લાગુ પાડવાની હતી પરંતુ પેટ્રોલપંપો ઉપર 2 ડિસેમ્બરથી રૂ. 500ની જૂની નોટો સ્વીકારવાનું બંધ કરવાનો સરકારનો નિર્ણય આવ્યો હોવાને કારણે યોજનાને એક-બે દિવસ માટે પાછી ઠેલવામાં આવી છે. રોજ રાતે 12 વાગે નવો ભાવ આવશે
5/5
રાજકોટ: પશ્ચિમી દેશોની જેમ હવે રાજકોટના પેટ્રોલપંપો ઉપર પણ તમને રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાયેલા જોવા મળશે. પેટ્રોલિયમ મંત્રાલયે ટ્રાયલ તરીકે રાજકોટ ઉપરાંત ચંદીગઢ, પુડ્ડુચેરી અને ઉદયપુરમાં વ્યવસ્થા લાગુ પાડવાનો નિર્ણય લીધો છે.