શોધખોળ કરો
રાજકોટઃ પત્નીની સહમતીથી પતિએ અન્ય યુવતી સાથે બાંધ્યા સંબંધ, યુવતીના ભાઈને ખબર પડી જતાં શું થયું?
1/4

રાજકોટઃ શહેરના કોઠારિયા રોડ આવેલી સોસાયટીમાં લગ્નેત્તરસંબંધમાં આધેડની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આધેડના જે યુવતી સાથે સંબંધ હતા, તેના પિતરાઇ ભાઈને બહેનના સંબંધની ખબર પડી જતાં તેના પ્રેમીને છરીના ઘા મારીને રહેંસી નાંખ્યો હતો. જોકે, આ સંબંધ માટે આધેડને ખૂદ તેની પત્નીએ જ સહમતી આપી હોવાનું ખુલતાં ભારે ચકચાર મચી ગઈ છે.
2/4

દરમિયાન યુવતીના પિતરાઇભાઇ વિશાલ કાળુ ચૌહાણ (ઉ.વ.19)એ ગઈ કાલે સોમવારે મુકેશને ઘરની બહાર લઇ જઇ છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વિશાલની શોધખોળ કરી હતી. આધેડે વાંઝિયાપણાના મેણાં ભાંગવા પત્નીની સહમતીથી યુવતી સાથે મૈત્રીકરાર કર્યા હોવાની વાત સામે આવતાં યુવતીનો પિતરાઇ સમસમી ગયો હતો અને તેણે બહેનના પ્રેમીને રહેંશી નાંખ્યો હતો.
Published at : 13 Mar 2018 10:33 AM (IST)
View More






















