શોધખોળ કરો
રાજકોટઃ 10 ધોરણ ભણેલા યુવકે નકલી FB આઈડી બનાવી 50થી વધુ યુવતીઓને ફસાવી, જાણો કઈ રીતે થયો ખુલાસો
1/3

રાજકોટ: મહિલાનું ફેક ID બનાવી મહિલાઓને જ સાથે સંપર્ક બનાવતો એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આજે પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે માહિતી આપતા કહ્યું હતું કે, આ ભચાઉના શખ્સે 50 જેટલી મહિલાઓને ફેસબુકમાં ફ્રેન્ડ બનાવી કોઈને કોઈ પ્રકારે બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. મહિલાએ આ યુવાનના ત્રાસથી ઘેનના ટિકડા ખાઈ લેતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. આરોપીનો મોબાઇલ કબજે કરી FSLમાં મોકલવામાં આવશે. જરૂર પડ્યે FB પાસેથી પણ ડેટા મંગાવવમાં આવશે.
2/3

આજે પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં મહિલાઓની છેડતી કરનાર શખ્સોને છોડવામાં નહીં આવે. ઉલ્લેખનિય છે કે, આજના બનાવને લઈ પ્રાથમિક પૂછપરછમાં મૂળ ભચાઉના યુવાને 50 જેટલી મહિલાઓ સાથે સંપર્ક કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાઓ ક્યાંની છે. તેમજ કોની પાસેથી કેટલી રકમ લેવામાં આવી છે. અગાઉ પણ આ શખ્સ સામે આ જ પ્રકારના ગુના પણ નોંધાયા હોઈ તેની વિગત રિમાન્ડ દરમિયાન જાણવા મળશે.
Published at : 30 Jul 2018 07:53 PM (IST)
View More




















