શોધખોળ કરો
‘વિઠ્ઠલભાઈ મારા વડીલ છે પણ એમના પર ઉંમરની અસર દેખાઇ રહી છે’, હાર્દિકે બીજું શું કહ્યું રાદડિયા વિશે? જાણો
1/6

હાર્દિકે ઉમેર્યું કે, મારી પાસે લોકોને નિડર બનાવવાની તાકાત છે તેથી લોકો મારી સાથે જોડાય છે. હાર્દિક પટેલે કહ્યું કે અમે જાગૃતિના કાર્યક્રમો આપીએ છીએ અને આગામી રણનીતિ ઘડાઇ રહી છે. તેણે જણાવ્યું કે યુવાનો-મજૂરો અને ખેડૂતોના ખભા પર દેશ ચાલે છે, રાજય ચાલે છે. આ વર્ગની આંખમાં આંસુ આવે ત્યારે પરિવર્તન નકકી જ હોય છે.
2/6

રાજકોટઃ પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ સામસામે આવી ગયા છે ત્યારે હાર્દિકે રાદડિયા પર નવા પ્રહાર કર્યા છે. રાદડિયાએ તેમને ગાળો આપી તે વિવાદ અંગે હાર્દિકે જણાવ્યું છે કે, વિઠ્ઠલભાઈ મારા વડીલ છે પણ એમના પર ઉંમરની અસર દેખાઇ રહી છે.
Published at : 05 Mar 2017 10:23 AM (IST)
View More























