આમ છતાં, સાહિલે તેનો પીછો છોડ્યો નહોતો અને બીજા નંબર પરથી મેસેજ કરી પ્રિયંકાને બ્લેકમેલ કરતો હતો. દરમિયાન સાહિલે પ્રિયંકાને રસ્તા પર આંતરી ફડાકા ઝીંક્યા હતા અને સોશિયલ મીડિયાના ફોટા એડિટ કરી વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.
2/5
ચાર મહિના પહેલા સાહિતે પ્રિયંકાને ફ્રેન્ડશિપ માટે પ્રપોઝ કર્યું હતું. જોકે, પ્રિયંકાએ ઇનકાર કરતાં સાહિલે દારૂ-સિગારેટ પીને પોતાની જાત ખતમ કરી દેવાની ચિમકી ઉચ્ચારી હતી. પરંતુ પ્રિયંકાએ અન્ય યુવક સાથે મિત્રતા હોવાનું જણાવી સાહિતનો નંબર બ્લોક કરી દીધો હતો.
3/5
રાજકોટઃ પોતાની સાથે અભ્યાસ કરતી યુવતીએ પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવી દેતાં યુવકે યુવતીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, યુવકે ફોટા એડિટ કરીને વાયરલ કરી દેવાની ધમકી આપતાં યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
4/5
આ અંગેની વિગતો એવી છે કે, સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી પ્રિયંકાએ પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ધોળકિયા સ્કૂલમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે સાહિલ કણસાગરા પણ અભ્યાસ કરતો હતો.
5/5
તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, સ્કૂલના અભ્યાસ પછી બધી ફ્રેન્ડ્સ ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં હતી. દરમિયાન સાહિલે પણ ઇન્સ્ટાગ્રામથી પ્રિયંકાનો સંપર્ક શરૂ કર્યો હતો અને ધીમેધીમે મેસેજ અને પછી મોબાઇલ પર વાતચીત શરૂ થઇ હતી.