શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રૈનાના ફોઈના ઘરે થયેલા હત્યાકાંડ મામલે પોલીસે 3 આરોપીની કરી ધરપકડ, જાણો વિગત
રૈનાએ ટ્વિટ કર્યા બાદ પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ એક કમિટી બનાવી હતી.
પઠાણકોટઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાના ફૂવાના પરિવાર પર હુમલો થયો હતો. આ મામલે પંજાબ પોલીસની એક વિશેષ કમિટીએ કાર્યવાહી કરીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. પંજાબ સરકારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, રૈનાના પરિવાર પર થયેલા હુમલાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. આ મુદ્દે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રૈનાએ ટ્વિટ કર્યા બાદ પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ એક કમિટી બનાવી હતી. જેમાં તપાસ દરમિયાન હિમાચલ, હરિયાણા અને રાજસ્થાનથી ઘણા લોકો પકડ્યા હતા. એસઆઈટીએ તમામ કડી જોડ્યા બાદ આરોપી સુધી પહોંચવામાં સફળ થઈ હતી.
પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાના જણાવ્યા, આરોપીઓ પઠાણકોટ રેલવે સ્ટેશન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં રોકાયા હતા. રૈનાના ફૂવા અશોક કુમાર અને ભાઈ કૌશલની થોડા દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી. તેનો શોક વ્યક્ત કરવા આજે રૈના તેની માતા, ભાઈ દિનેશ તથા મામા-મામી સાથે આવ્યો હતો.
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
રૈનાની ફોઈના ઘર પર બદમાશોએ કરેલા હુમલામાં ફૂવા અશોકનું મોત થયું હતું. જ્યારે ભાઈ કૌશલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion