શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સૌથી પહેલા Commonwealth Gamesની શરૂઆત ક્યારે ને ક્યાંથી થઇ, અત્યારે કયા-કયા 72 દેશો લઇ રહ્યા છે ભાગ, જુઓ લિસ્ટ.....

કૉમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની સોની સ્પૉર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલો પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સેરેમનીને તમે Sony LIV એપ પરથી પણ જોઇ શકો છો.

Commonwealth Games 2022: કૉમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) આજે (28 જુલાઇ) થી શરૂ થઇ રહી છે. ઇંગ્લેન્ડના બર્મિંઘમના (Birmingham) એલેક્ઝેન્ડર સ્ટેડિયમમા (Alexander Stadium) ધમાકેદાર ઓપનિંગ સેરેમની (Opening Ceremony) ની સાથે આ રમતોની શરૂઆત થશે, આ વખતે કૉમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના 5054 એથ્લેટ ભાગ લઇ રહ્યાં છે. 11 દિવસ સુધી ચાલનારી આ રમતોમાં 20 સ્પૉર્ટ્સની 280 સ્પર્ધા હશે, એટલે કે કુલ 280 ગૉલ્ડ મેડલ દાંવ પર રહેશે. કૉમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની ભારતીય સમયાનુસાર રાત્રે 11.30 વાગ્યાથી શરૂ થશે. 

કૉમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની સોની સ્પૉર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલો પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સેરેમનીને તમે Sony LIV એપ પરથી પણ જોઇ શકો છો. ડીડી સ્પોર્ટ્સ પણ આ સેરેમનીને લાઇવ બ્રૉડકાસ્ટ કરશે. 

સૌથી પહેલા કૉમનવેલ્થ ગેમ્સની શરૂઆત ક્યારે ને ક્યાંથી થઇ -

આજથી રમતોનો મહાકુંભ કૉમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)ની શરૂઆત થવા જઇ રહી છે. આ વખતે ઇંગ્લેન્ડના બર્મિઘમમાં કૉમનવેલ્થ ગેમ્સ રમાઇ રહી છે. પરંતુ શું તમને ખબર છે આ મલ્ટી સ્પોર્ટ પ્રતિયોગિતાની સૌથી પહેલા શરૂઆત ક્યારે ને ક્યાંથી થઇ, નહીં ને, અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ કૉમનવેલ્થ ગેમ્સ વિશે...... 

ખરેખરમાં, કૉમનવેલ્થ ગેમ્સની શરૂઆત વર્ષ 1930માં બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા કરવામા આવી હતી, જેમાં માત્ર કૉમનવેલ્થ નેશન અને સંબંધિત ક્ષેત્ર જ ભાગ લેવા માટે યોગ્ય ગણાતા હતા. કૉમનવેલ્થ ઓફ નેશન્સ, આ 54 સંપ્રભુ દેશોનું એક સ્વૈચ્છિક ગૃપ છે, જેમાં મોટાભાગના તત્કાલિન બ્રિટિશ સામ્રાજ્ય કે પછી તેના આશ્રિતોના ઉપનિવેશ રહ્યાં કરતા હતા. જોકે, વૈશ્વિક લેવલ પર બદલાતા રાજકીય સમીકરણના કારણે કેટલાય દેશોએ આ સમૂહમાંથી ખુદને અલગ કરી લીધા. 

જો સૌથી પહેલા કૉમનવેલ્થ ગેમ્સની વાત કરવામાં આવી તે, તો 1930 હેમિલ્ટન (Hamilton) માં આયોજિત કરવામાં આવી હતી, જેમાં 11 દેશોએ આમાં ભાગ લીધો હતો, જેમાં મહેમાન કેનેડા, ઓસ્ટ્રેલિયા, બરમૂડા, બ્રિટિશ ગુયાના, ઇંગ્લેન્ડ, આયરલેન્ડ, ન્યૂફાઉન્ડલેન્ડ, ન્યૂઝીલેન્ડ, સ્કૉટલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેલ્સ સામેલ હતુ. તે પછી આમા ભાગ લેનારા દેશોમાં ખુબ વૃદ્ધિ થઇ. ઉલ્લેખનીય છે કે, જેમાંથી છ દેશ ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સ્કૉટલેન્ડ અને વેલ્સ અત્યાર સુધીના તમામ 21 કૉમનવેલ્થ ગેમ્સનો ભાગ રહ્યા છે. વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયાના ગૉલ્ડ કૉસ્ટમાં થયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં કુલ 71 અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કેટલાક દેશો ઉપરાંત ડિપેન્ડેન્ટ ટેરિટરીઝે પોતાના ઝંડા હેઠળ આ ગેમ્સમાં ભાગ લીધો હતો. 

Commonwealth Games 2022 માં ભાગ લેનારા તમામ 72 દેશોની યાદી - 

1. એન્ગુઇલા 
2. એન્ટીગુઆ અને બરમૂડા 
3. ઓસ્ટ્રેલિયા
4. બહામાસ 
5. બાંગ્લાદેશ 
6. બારબાડોસ 
7. બેલીઝ 
8. બરમૂડા 
9. બોત્સવાના 
10. બ્રિટિશ વર્ઝિન આઇલેન્ડ્સ
11. બ્રુનેઇ 
12. કેમરુન 
13. કેનેડા 
14. કેમેન આઇલેન્ડ્સ 
15. કૂક આઇલેન્ડ્સ 
16. સાઇપ્રસ 
17. ડોમિનિકા 
18. ઇંગ્લેન્ડ 
19. ઇસ્વાતિની 
20. ફાકલેન્ડ દ્વીપ સમૂહ 
21. ફિજી (દેશ) 
22. ઘાના (દેશ) 
23. જિબ્રાલ્ટર 
24. ગ્રેનેડા 
25. ગ્વેર્નસે 
26. ગુયાના 
27. ભારત 
28. આઇલ ઓફ મેન 
29. જમૈકા 
30. જર્સી 
31. કેન્યા 
32. કિરિબાતી
33. લેસોથો 
34. મલાવી 
35. મલેશિયા 
36. માલદીવ 
37. માલ્ટા 
38. મૉરીશિયસ 
39. મૉન્ટસેરાટ 
40. મૉઝામ્બિક 
41. નામિબીયા 
42. નૌરૂ 
43. ન્યૂઝીલેન્ડ 
44. નાઇઝીરિયા 
45. નિયૂ 
46. નૉરફૉક દ્વીપ 
47. ઉત્તરી આયરલેન્ડ 
48. પાકિસ્તાન
49. પાપુઆ ન્યૂ ગિની 
50. રવાન્ડા 
51. સમોઆ 
52. સ્કૉટલેન્ડ 
53. સેશેલ્સ 
54. સિએરા લિયૉન 
55. સિંગાપુર 
56. સોલોમન દ્વીપ સમૂહ 
57. દક્ષિણ આફ્રિકા 
58. શ્રીલંકા 
59. સેન્ટ હેલેના 
60. સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ 
61. સેન્ટ લૂસિયા 
62. સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ 
63. તન્ઝાનિયા 
64. ગામ્બિયા 
65. ટોન્ગા 
66. ત્રિનિદાદ અને ટોબેગો 
67. તુર્ક અને કૈકોસ દ્વીપ સમૂહ
68. તુવાલુ 
69. યુગાન્ડા 
70. વાનુઆટુ 
71. વેલ્સ 
72. ઝામ્બિયા 

ભારતીય ટીમ -

ઓપનિંગ સેરેમનીમાં ભારતીય દળની ધ્વજવાહક પીવી સિન્ધુ હશે, ભારતે આ વખતે કૉમનવેલ્થ ગેમ્સ માટે 215 ખેલાડીઓની ટીમ મોકલી છે. આમાં 108 પુરુષ અને 107 મહિલા ખેલાડી છે. ભારતીય ખેલાડી કૉમનવેલ્થ ગેમ્સની 20 માથી 15 સ્પોર્ટ્સની અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યાં છે. 

આ પણ વાંચો.........

Weight Loss: સ્પોટ વેઈટ લોસ શું છે, શું કોઇ એક જ શરીરના ભાગમાંથી વજન ઓછું કરી શકાય છે?

Breakfast tips : નાસ્તાના મેનુમાં આ 5 ફૂડને સામેલ કરવાથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા

ITR Filing Last Date: 31 જુલાઈ સુધીમાં ફાઈલ કરી દો ITR, 1 ઓગસ્ટથી લાગશે આટલો દંડ

Falguni Nayar: Nykaa ના સ્થાપક ફાલ્ગુની નાયર દેશની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા બની, સંપત્તિમાં 963 ટકાનો ઉછાળો

સસ્તી કિમતે હાઇટેક ફિચર્સ સાથે આવે છે આ 5 એન્ડ્રોઇડ સ્માર્ટફોન, જાણો આ ફોન્સમાં શું શું મળે છે ફેસિલિટી

Wrinkles Home Remedy: 30 વર્ષ બાદ ચહેરા પર પડવા લાગી છે કરચલીઓ, તો અપનાવો આ સરળ કારગર ઉપાય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
Embed widget