સસ્તી કિમતે હાઇટેક ફિચર્સ સાથે આવે છે આ 5 એન્ડ્રોઇડ સ્માર્ટફોન, જાણો આ ફોન્સમાં શું શું મળે છે ફેસિલિટી
ભારતીય માર્કેટમાં દેસી અને વિદેશી સ્માર્ટફોન મેકર્સના અનેક પ્રકારના અને જુદાજુદા ફિચર્સ વાળા સ્માર્ટફોન અવેલેબલ છે, આ ફોન મોંઘા પણ છે અને સસ્તી કિંમત વાળા પણ છે,
Smartphone Under 20K: ભારતીય માર્કેટમાં દેસી અને વિદેશી સ્માર્ટફોન મેકર્સના અનેક પ્રકારના અને જુદાજુદા ફિચર્સ વાળા સ્માર્ટફોન અવેલેબલ છે, આ ફોન મોંઘા પણ છે અને સસ્તી કિંમત વાળા પણ છે, પરંતુ જો તમે એક સસ્તો અને સારો, બેસ્ટ ફિચર્સ વાળો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં હોય, તો તમારી પાસે હાલમાં બેસ્ટ મોકો છે. અહીં અમે તમને ટૉપ 5 સ્માર્ટફોન્સનુ લિસ્ટ બતાવી જેની કિંમત કિંમત 20 હજાર રૂપિયાથી પણ ઓછી છે અને ફિચર્સમાં હટકે છે. જુઓ લિસ્ટ.......
Moto G52 -
મોટો G52માં એક સુપર -સ્લીક બૉડી અને એક પૉલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે AMOLED ડિસ્પ્લેની સરખામણીમાં બેસ્ટ વ્યૂઇંગ એક્સપીરિયન્સ આપવામાં સક્ષમ છે. આ ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 680 પ્રૉસેસર મળે છે, જેમાં એડ્રેનો 610 GPU, 6GB સુધી LPDDR4X રેમ અને 128GB સુધીનુ UFS સ્ટૉરેજ સામેલ છે. આ ફોનને 16,499 રૂપિયામાં ખરીદી શકાય છે.
Redmi Note 11S -
રેડમી નૉટ 11Sમાં એક 6.43- ઇંચની ફૂલ એચડી+ એમૉલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, આ ફોનમાં ક્વૉડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 108MP નો મેન કેમેરો સામેલ છે. આ ઉપરાંત આ ફોનમાં 6nm મીડિયાટેક હીલિયો G96 પ્રૉસેસર મળે છે. Redmi Note 11S ફોનમાં 5000mAh બેટરીની સાથે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે, આ ફોનને 17,499 ની કિંમત પર ખરીદી શકાય છે.
OPPO K10 -
ઓપ્પો K10ને 15,000 ની કિંમત પર ખરીદી શકાય છે. Oppo K10 સ્માર્ટફોનમાં 6.59-ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો 1080x2412 પિક્સલ રિઝૉલ્યૂશન છે. આની સાથે આ ફોનમાં 120Hz નો રિફ્રેશ રેટ મળે છે. આ ઉપરાંત સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 8000- મેક્સ પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, જેમાં 8GB સુધી રેમ અને 128GB સુધીનુ અનબૉર્ડ સ્ટૉરેજ મળે છે.
OnePlus Nord CE 2 5G -
જો તમે 5G કનેક્ટિવિટી સપોર્ટ વાળો એક ઓલરાઉન્ડર ફોન શોધી રહ્યાં છો, તો OnePlus Nord CE 2 5G તમારા માટે આ એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. આ ફોનમાં તમને 120Hz રિફ્રેશ રેટની સાથે LCD સ્ક્રીન મળશે. આ ફોનમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામા આવ્યો છે. OnePlus Nord CE 2 5G સ્માર્ટફોન લગભગ 30 મિનીટમાં 0 થી 50 ટકા સુધી ચાર્જ થઇ શકે છે. આ ફોનને તમે 19,999 રૂપિયાની કિંમત પર ખરીદી શકો છો.
iQoo Z6 5G -
ફોનમાં પણ 5Gનો સપોર્ટ આપવામાં આવ્યો છે, આ ફોન ત્રણ સ્ટૉરેજ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આના 4GB રેમ મૉડલની કિંમત 15,499 રૂપિયાથી શરૂ થાય છે. આ એન્ડ્રોઇડ 12 OS પર ચાલે છે, આ ઉપરાંત, iQoo Z6 5Gમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેમસંગ ISOCELL JN1 સેન્સર આપવામાં આવ્યુ છે, આમાં 5,000mAh ની બેટરી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ કરે છે.