શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં જાડેજા અને પંડ્યાને નહીં મળે ટીમમાં સ્થાન, પૂર્વ ભારતીય ક્રિકેટરનો દાવો
ભારતીય ટીમના પૂર્વ ઓપનર અને વર્તમાન ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપડાએ તેની યુ ટ્યૂબ ચેનલ આકાશવાણી પર કહ્યું, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ સીરિઝમાં હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડર્સને સ્થાન નહીં મળે.
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝ ડિસેમ્બરમાં શરૂ થશે. આ સીરિઝનો પ્રથમ મુકાબલો 3 ડિસેમ્બરે બ્રિસબેનમાં રમાશે. આ સીરિઝ શરૂ થવામાં ચાર મહિનાથી વધારે સમય છે પરંતુ તેને લઈ અત્યારથી જ એક માહોલ બની રહ્યો છે. પૂર્વ ક્રિકેટરો ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં બેટ્સમેન, વિકેટકિપર, ઓલરાઉન્ડર અને બોલર્સને લઈ અત્યારથી વાત કરી રહ્યા છે.
આ સીરિઝમાં ભારતીય ટીમનું કોમ્બિનેશન શું હશે તે ખબર નહીં, કારણકે ભારતીય ટીમમાં હાલ ચાર ઓપનર, બે વિકેટકિપ, બે ઓલરાઉન્ડર, પાંચ બોલર અને છ બેટ્સમેન છે. તેથી પસંદગીકર્તા માટે ટીમની પસંદગી કરવી મુશ્કેલ હશે, જ્યારે પ્લેઇંગ ઇલેવન પસંદ કરવા કેપ્ટન કોહલી અને ટીમ મેનેજમેન્ટે ઘણી ચર્ચા કરવી પડશે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ એક મોટી વાત કરી છે.
ભારતીય ટીમના પૂર્વ ઓપનર અને વર્તમાન ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપડાએ તેની યુ ટ્યૂબ ચેનલ આકાશવાણી પર કહ્યું, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ સીરિઝમાં હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડર્સને સ્થાન નહીં મળે. પંડ્યા તાજેતરમાંથી ઈજા મુક્ત થયો હોવાથી કદાચ તેની ટેસ્ટ સીરિઝમાં પસંદગી પણ નહીં કરવામાં આવે. જાડેજા પણ પ્લેઇંગ ઇલેવનમાં હશે કે નહીં તેની ખબર નથી. આકાશે ફેન્સના એક સવાલના જવાબમાં આ વાત કહી હતી.
ચોપડાએ કહ્યું, પંડ્યા વર્તમાન સમયમાં ટેસ્ટ ટીમમાં સ્થાન બનાવવાનું નથી વિચારી રહ્યો. તેણે હજુ બોલિંગ શરૂ નથી કરી. તે વન ડે મેચ પણ નથી રમ્યો, ભલે ટી20 રમ્યો હોય. પરંતુ શું તમે તેને આઈપીએલમાં રમ્યા બાદ ટેસ્ટમાં મોકો આપશો? મને નથી લાગતું. શું તે ટેસ્ટ ક્રિકેટ રમવા તૈયાર છે અને વર્તમાનમાં ટેસ્ટ રમવા માંગે છે. હું ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ મેચ રમતી વખતે હાર્દિક પંડ્યાને ટીમમાં નથી જોઈ રહ્યો.
તેણે જણાવ્યું, જાડેજા પહેલા હું અશ્વિન અને કુલદીપ યાદવને જોવા માંગુ છું, કારણકે કુલદીપ કાંડાનો સ્પિનર છે અને છેલ્લે જ્યારે તે ઓસ્ટ્રેલિયામાં રમ્યો હતો ત્યારે છ વિકેટ લીધી હતી. જે બાદ તેને મોકો આપવામાં નથી આવ્યો. તેથી તેને મોકો મળી શકે છે. આ ઉપરાંત અનુભવી તરીકે અશ્વિન છે તો આ સ્થિતિમાં પંડ્યા અને જાડેજાનું ટીમમાં સ્થાન બનતું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion