શોધખોળ કરો
Advertisement
દીપક ચાહરને લઈને 2010માં આ પૂર્વ ખેલાડીએ કરી હતી ભવિષ્યવાણી, અત્યાર ટ્વીટ થઈ રહ્યું છે વાયરલ
આકાશે આ ટ્વીટ 2010માં કર્યું હતું. જે બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 ઇન્ટરનેશનલમાં હેટ-ટ્રિક લેનાર દીપક ચાહર વિશે હતું.
નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ ટી20 સીરીઝમાં હેટ્રિકને લઈને ચર્ચામાં આવેલ ભારતીય બોલર દીપક ચાહરને લઈને 9 વર્ષ પહેલા જ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. આ ભવિષ્યવાણી કરી હતી પૂર્વ ભારતીય ક્રિકેટર અને કમેન્ટેટર આકાશ ચોપરાએ. આકાશનું જૂનું ટ્વીટ હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જેમાં આકાશે ફાસ્ટ બોલર દીપક ચાહરના ખૂબ વખાણ કર્યા હતા, તે સમયે ચાહર ટીમ ઇન્ડિયા તો શું આઈપીએલમાં પણ રમવાની તક મળી ન હતી.
આકાશે આ ટ્વીટ 2010માં કર્યું હતું. જે બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 ઇન્ટરનેશનલમાં હેટ-ટ્રિક લેનાર દીપક ચાહર વિશે હતું. 2010માં આકાશ ચોપરાએ એક યુઝર્સના સવાલનો જવાબ આપતા લખ્યું હતું કે,‘મે એક યુવા ખેલાડીને જોયો છે. રાજસ્થાનમાં દીપક ચાહર. આ નામ યાદ રાખજો…ભવિષ્યમાં તમને આના વિશે ઘણું બધુ સાંભળવા મળશે.’ ક્રિકેટ ફેન્સ હવે એ જ ટ્વીટને રિટ્વિટ કરી રહ્યા છે. આ સાથે કેટલાક ફેન્સ આકાશ ચોપરાની ભવિષ્યવાણીના વખાણ કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ આકાશને ટીમ ઇન્ડિયાના સિલેક્ટર બનાવવાની વાત કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે આકાશ ચોપડાએ 2003થી 2004 સુધી ભારતીય ટીમ માટે કુલ 10 ટેસ્ટ મેચ રમ્યા હતા. આ દરમિયાન તેમને 23.0ની સરેરાશથી 437 રન બનાવ્યા. જેમાં 2 અડધી સદી સામેલ છે. આકાશ ચોપરા હાલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમેન્ટ્રી કરે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે તેમની મેચ દરમિયાન કોમેન્ટ્રીના પણ ઘણા વખાણ કરે છે.@MalhotraSaurabh I've spotted a young talent...Deepak Chahar in Rajasthan. Remember his name...you'd see a lot of him in the future :)
— Aakash Chopra (@cricketaakash) October 9, 2010
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement