આ મામલામાં પહેલા નંબર પર ક્રિસ ગેઈલ છે તેણે 21 વખત સદી ફટકારી છે. બીજા નંબર પર ત્રણ બેટ્સમેન છે જેમણે 7-7 વખત સદી ફટકારી છે. જેમાં માઈકલ ક્લિંગર, લ્યૂક રાઈટ અને બેંડન મેક્યુલમ. ત્રીજા નંબર પર ફિંચ અને વોર્નર 6-6 સદી સાથે છે.
2/3
ફિંચ આ સદી સાથે ટી-20 મેચોમાં સદી ફટકારવાના મામલામાં રોહિત શર્માને પાછળ પાડી દીધો છે. ફિંચની આ ટી-20 ક્રિકેટમાં છઠ્ઠી સદી છે, અને હવે તે સદી ફટકારવાના મામલામાં ડેવિડ વોર્નરની સાથે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. રોહિત શર્મા પાંચ સદી સાથે ચોથા નંબર પર છે.
3/3
નવી દિલ્હી: શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એરોન ફિંચે વધુ એક ટી-20 સદી ફટકારી છે. ઈંગ્લેન્ડમાં રમવામાં આવી રહેલી ટી-20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં સર્રે તરફથી રમતા તેણે મિડિલસેક્સ સામે માત્ર 45 બોલમાં સદી પૂરી કરી દીધી. ફિંચે 52 બોલની પોતાની અમનમ પારીમાં 117 રન બનાવ્યા અને તેમની ટીમે નક્કી લક્ષ્યાંક માત્ર 16 ઓવરમાં 222-1 સાથે પુરો કરી લીધો. ફિંચે પોતાની પારી દરમ્યાન 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.