શોધખોળ કરો
Advertisement
આફ્રિકાનો ઘાતક ઓલરાઉન્ડર એબી ડિવિલિયર્સ હવે ઓસ્ટ્રેલિયાની આ ટીમમાંથી રમશે, જાણો વિગતે
ટૂર્નામેન્ટની શરૂઆત આગામી 17 ડિસેમ્બરે બ્રિસ્બેન હીટ અને સિડની થન્ડર વચ્ચે થશે, કેમકે ટૂર્નામેન્ટમાં આ વખતે 54ની જગ્યાએ 42 દિવસ રાખ્યા છે, અને કુલ 56 મેચો રમાવવાની છે
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા બાદ કે ક્રિકેટની સાથે સાથે ક્રિકેટરો અન્ય લીગમાં પણ જમ્પલાવતા હોય છે. હવે આ લિસ્ટમાં સાઉથ આફ્રિકાનો પૂર્વ ઓલરાઉન્ડર એબી ડિવિલિયર્સનુ પણ નામ આવી ગયુ છે. એબી ડિવિલિયર્સે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ રમવા માટે બ્રિસ્બેન હીટ ટીમ સાથે જોડાઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં આઇપીએલ ટૂર્નામેન્ટની જેમ ઓસ્ટ્રેલિયામાં બીબીએલ એટલે કે બિગ બેશ લીગ ચાલી રહી છે. અહીં દુનિયાના દિગ્ગજ ખેલાડીઓ રમી રહ્યાં છે. આ પહેલા પણ ડિવિલિયર્સે અહીં રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, હવે તેને બ્રિસ્બેન હીટ સાથે રમવાનો મોકો મળ્યો છે. આને લગતા કૉન્ટ્રાક્ટ પણ કરી લીધા છે.
ડિવિલિયર્સ ભારતમાં આઇપીએલમાં રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર ટીમમાંથી રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગમાં રમાઇ રહી છે. ડિવિલિયર્સે ખુદ પોતાના ઇન્સ્ટા પર પૉસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે.
આ ટૂર્નામેન્ટની શરૂઆત આગામી 17 ડિસેમ્બરે બ્રિસ્બેન હીટ અને સિડની થન્ડર વચ્ચે થશે, કેમકે ટૂર્નામેન્ટમાં આ વખતે 54ની જગ્યાએ 42 દિવસ રાખ્યા છે, અને કુલ 56 મેચો રમાવવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion