શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ENGvAFG: ખતરનાક બાઉન્સર પર ઘાયલ થયા બાદ કેમ તરત જ ઉભો થઈ ગયો આ બેટ્સમેન, હવે કર્યો ખુલાસો
મેચ બાદ શાહિદીએ કહ્યું કે, હું મારી માતાના કારણે તાત્કાલિક ઉભો થઈ ગયો હતો. ગત વર્ષે મારા પિતાનું નિધન થયું હતું અને હું મારી માતાને દુઃખી જોવા નહોતો માંગતો. મારો પૂરો પરિવાર આ મુકાબલો જોઈ રહ્યો હતો. મારા મોટાભાઈ મેદાન પર હાજર હતા. તેઓ ચિંતિત થયા તેમ હું નહોતો ઈચ્છતો.
માનચેસ્ટર: અફઘાનિસ્તાનનો બેટ્સમેન હશમતુલ્લાહ શાહિદી મંગળવારે ઈંગ્લેન્ડના બોલર માર્ક વુડનો બોલ હેલમેટ પર લાગ્યા બાદ મેદાન પર પડી ગયો હતો. જે બાદ તે તરત ઉભો થઈ ગયો હતો. જેને લઈ તેણે મોટો ખુલાસો કર્યો હતો. શાહિદી જ્યારે 24 રન પર બેટિંગ કરતો હતો ત્યારે વડની 90 માઇલની ઝડપે આવેલો બોલ તેના હેલમેટ પર વાગ્યો હતો.
આ પછી તે રિટાયર્ડ હર્ટ થાશે તેમ લાગતું હતું પરંતુ તેમે હેલમેટ બદલીને રમવાનું ચાલુ રાખ્યું ને ટીમનો ટોપ સ્કોરર રહ્યો. જોકે તેની 76 રનની ઈનિંગ પણ અફઘાનિસ્તાનને ઈંગ્લેન્ડ સામે 150 રનથી હારતા બચાવી શકી નહીં. મેચ બાદ શાહિદીએ કહ્યું કે, હું મારી માતાના કારણે તાત્કાલિક ઉભો થઈ ગયો હતો. ગત વર્ષે મારા પિતાનું નિધન થયું હતું અને હું મારી માતાને દુઃખી જોવા નહોતો માંગતો. મારો પૂરો પરિવાર આ મુકાબલો જોઈ રહ્યો હતો. મારા મોટાભાઈ મેદાન પર હાજર હતા. તેઓ ચિંતિત થયા તેમ હું નહોતો ઈચ્છતો. આ મેચ જોવા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની પણ ઓલ્ડ ટ્રેફર્ડના મેદાનમાં હાજર હતા.
શાહિદીએ કહ્યું કે, આઈસીસીના ડોક્ટર અને અમારી ટીમના ફિઝિયો મારી પાસે આવ્યા અને મેને મેદાન બહાર જવાની સલાહ આપી હતી. પરંતુ મેં કહ્યું કે, હું કોઇ પણ સ્થિતિમાં મારી ટીમને છોડી શકું નહીં. ટીમને મારી જરૂર છે અને મેં બેટિંગ ચાલુ રાખી.
મેચ બાદ હું ફરી આઈસીસીના ડોક્ટર પાસે ગયો. તેમણે મારી તપાસ કરી અને કહ્યું કે, બધું ઠીક થઈ જશે. અફઘાનિસ્તાન ટીમના અધિકારી નાવેદ સાયેહે પુષ્ટિ કરી કે શાહિદે બેટિંગ ચાલુ રાખીને ડોક્ટરોની સલાહ અવગણી હતી.
વર્લ્ડકપઃ ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, ધવન થયો ટુર્નામેન્ટમાંથી બહાર રેનોની કોમ્પેક્ટ 7 સીટર કાર Triber થઈ રજૂ, જાણો કેવા છે ફીચર્સ વર્લ્ડકપ 2019: વરસાદથી વીમા કંપનીઓને લાગ્યો 180 કરોડ રૂપિયાનો ચૂનો, જાણો વિગત🤕 Hashmatullah Shahidi is hit by a bouncer from Mark Wood.
He's back on his feet though, and we're glad to see him continue his innings 🙌 #ENGvAFG#AfghanAtalan pic.twitter.com/ejMu4U6wLF — Cricket World Cup (@cricketworldcup) June 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion