શોધખોળ કરો
Advertisement
રાશિદ ખાને T-20 ક્રિકેટમાં લીધી વધુ એક હેટ્રિક, વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયામાં મચાવી સનસની
રાશિદ ખાન પહેલા ચાર બોલરો ટી-20 ક્રિકેટમાં ત્રણ વખત હેટ્રિક લેવાનું કારનામું કરી ચુક્યા છે.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર રાશિદ ખાન હાલ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ (BBL)માં રમી રહ્યો છે. આ લીગને 27મી મેચમાં એડિલેડ સ્ટ્રાઇકર્સ તરફથી રતમા રાશિદ ખાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી20 મેચમાં હેટ્રિક લીધી છે. ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકર પહેલા સનસનાટી મચાવી દીધી છે.
રાશિદખાને તેના ક્વોટાની ત્રીજી ઓવરના અને એડિલેડ સ્ટ્રાઇકર્સ માટે 11મી ઓવરના પાંચમા અને છઠ્ઠા બોલ પર વિકેટ લીધી હતી. જે બાદ 13મી ઓવરમાં પ્રથમ બોલર પર વિકેટ લઈ હેટ્રિક પૂરી કરી હતી. બિગ બેશ લીગમાં કોઈ બોલર દ્વારા લેવામાં આવેલી આ પાંચમી હેટ્રિક હતી.
રાશિદ ખાન પહેલા ચાર બોલરો ટી-20 ક્રિકેટમાં ત્રણ વખત હેટ્રિક લેવાનું કારનામું કરી ચુક્યા છે. ભારતીય ફિરકી બોલર અમિત મિશ્રાએ ત્રણ વખત હેટ્રિક લીધી છ. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એન્ડ્રયૂ ટાઈ, વિન્ડિઝનો ઓલરાઉન્ડર આંદ્રે રસેલ, પાકિસ્તાની ફોસ્ટ બોલર મોહમ્મદ સામીએ પણ ટી-20 ક્રિકેટમાં ત્રણ વખત હેટ્રિક ઝડપી છે. રાશિદ આ યાદીમાં પાંચમો બોલર બની ગયો છે.🗣️ Rashid Khan's got a hat-trick on Josh Hazlewood's birthday! #BBL09 pic.twitter.com/4alJfpWzCY
— KFC Big Bash League (@BBL) January 8, 2020
રાશિદ ખાન આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતો નજરે પડશે.Our hat-trick Kings #BBL09 pic.twitter.com/bTBtqQaBQc
— KFC Big Bash League (@BBL) January 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement