જ્યારે મેન્સ ક્રિકેટની વાત કરીએ તો 5 બેટ્સમેનોએ બેવડી સદી ફટકારી છે. આમાં સૌપ્રથમ સચિન તેંડુલકર બાદમાં વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, માર્ટિન ગુપ્ટિલ અને ક્રિસ ગેઈલના નામ શામેલ છે. રોહિત શર્માએ સૌથી વધુ ત્રણ બેવડી સદી ફટકારી છે. વન-ડે હાઈએસ્ટ સ્કોર પણ રોહિતના નામે જ છે. તેણે 13 નવેમ્બર 2014ના રોજ શ્રીલંકા વિરુદ્ધ 264 રનની ઈનિંગ રમી હતી.
2/5
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની એમેલિયા કેરે આયરલેન્ડ વિરૂદ્ધ ડબ્લિનમાં રમાયેલ ત્રીજા વનડે મેચમાં 232 રનની શાનદાર ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાની બેલિંડા ક્લાર્ક (229*, 1997)ની એક ઇનિેંગમાં સૌથી વધારે રનનો 21 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. 17 વર્ષની એમેલિયા કેરે 145 બોલમાં 31 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 232 રનની અણનમ ઇનિંગ રમી અને આ મહિલા વનડે આંતરરાષ્ટ્રિય મેચોમાં બીજી ડબલ સેન્ચુરી છે.
3/5
એમેલિયાએ 160 કરતા વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. તેની અને કાસ્પરેક (113)ની સદીની મદદથી ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 3 વિકેટે 440 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ ઉપરાંત કીવી ઓપનર એમી સ્ટેર્થવેટે પણ 45 બોલમાં 61 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. ન્યૂઝીલેન્ડની ટીમે સતત ત્રણ મેચોમાં 400થી વધુ રનનો સ્કોર બનવવાનો રેકોર્ડ પણ સ્થાપ્યો છે.
4/5
કરિયરની માત્ર 20મી વન-ડે રમી રહેલી કેરે ખૂબ જ ધીમે શરૂઆત કરી. તેણે 45 બોલમાં અર્ધસદી પૂરી કરી પણ ફીફ્ટી પૂરી થયા બાદ તેણે ધમાકેદાર બેટિંગ કરી અને 77 બોલમાં સેન્ચુરી ફટકારી દીધી. બાદમાં 102 બોલમાં 150 અને 134મા બોલે ચોગ્ગો ફટકારી તેણે 200નો આંકડો પાર કરી લીધો.
5/5
ઉલ્લેખનીય વાત એ છે કે, આ કેરની વન-ડે કરિયરની પ્રથમ સદી છે. મહિલા ક્રિકેટમાં બેલિન્ડા ક્લાર્ક અને હવે કેરે બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.