શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઈન્ડિઝ ટૂર માટે ટેસ્ટ સીરિઝમાં કયા-કયા ગુજરાતી ખેલાડીઓનો ટીમ ઈન્ડિયામાં કરાયો સમાવેશ?
ટીમ ઈન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટેસ્ટ સીરિઝ માટે ગુજરાતના ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.
મુંબઈ: વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 3 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આ પ્રવાસ માટે મુંબઈમાં રવિવારે પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહત્વની વાત એ છે કે, વેસ્ટ ઈન્ડિઝ ટૂરની ટેસ્ટ સીરિઝ માટે ગુજરાતના ત્રણ ખેલાડીઓનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ચેતેશ્વર પુજારા, બોલર જસપ્રિત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટેસ્ટ ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), અંજિક્યે રહાણે (વાઇસ કેપ્ટન), મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધીમન સહા (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ.
પહેલી ટેસ્ટઃ- 22-26 ઓગસ્ટ, સાંજે 7:00 વાગે, એન્ટિગુઆ બીજી ટેસ્ટઃ- 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર, રાત્રે 8:00 વાગે, જમૈકાIndia’s squad for 2 Tests: Virat Kohli (Captain), Ajinkya Rahane (VC), Mayank Agarwal, KL Rahul, C Pujara, Hanuma Vihari, Rohit Sharma, Rishabh Pant (WK) Wriddhiman Saha (WK), R Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, Ishant Sharma, Mohammed Shami, Jasprit Bumrah, Umesh Yadav
— BCCI (@BCCI) July 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement