શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના ટોચના કયાં બે ખેલાડીઓની પત્નીઓ વચ્ચે થઈ બબાલ? જાણો વિગત
1/4

નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયામાં બધુ ઠીક નથી ચાલી રહ્યું, ક્યારેક કોચ-કેપ્ટનનો વિવાદ, કેપ્ટનશીપને લઈને વિવાદ અને હવે ટીમમાં પસંદગીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. એક રિપોર્ટ્સ મુજબ, ટીમના ઘણા સીનિયર ખેલાડીઓ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટથી ખુશ નથી. રોહિત શર્માનું ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર વિરાટ કોહલીને અનફોલો કરવાનું અને હવે શિખર ધવનનું ટીમમાંથી બહાર થવું આ મુદ્દાઓને વધારે ભાર આપે છે.
2/4

એવો દાવો કરવામાં આવ્યો હતો કે અનુષ્કાએ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન શિખર ધવની પત્નીને તેના પરિવારને લઈને કેટલીક વાતો કરી, ત્યારબાદ બંને વચ્ચે તકરાર થઈ હતી. ટીમના અન્ય સદસ્યોને પણ આ તકરાર વિશે જાણકારી મળી અને શિખર ધવન ટીમમાંથી બહાર કઢાયો હોવાની ચર્ચા ચાલી હતી.
Published at : 06 Oct 2018 07:29 AM (IST)
View More




















