Ashwin Retirement: અશ્વિને નારાજગી સાથે લીધો સંન્યાસનો નિર્ણય, જાણો શું છે મુખ્ય કારણ
R Ashwin Retirement: ભારતના દિગ્ગજ સ્પિનર આર અશ્વિને અચાનક નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. તેના નિર્ણય બાદ ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ જાણવા માંગે છે કે તેણે અચાનક આવો નિર્ણય કેમ લીધો.
R Ashwin Retirement: ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ સમાપ્ત થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના આ નિર્ણયથી માત્ર ચાહકોમાં જ નહીં પરંતુ ક્રિકેટ એક્સપર્ટ્સમાં પણ ભારે ઉત્સુકતા છે કે, તેમણે અચાનક આવો નિર્ણય કેમ લીધો.
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અશ્વિન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પર્થ ટેસ્ટમાં રમવા માંગતો હતો, પરંતુ ટીમે તેના સ્થાને વોશિંગ્ટન તક આપી. આ મામલે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું કે તેણે તેના નિર્ણય વિશે તેની સાથે વાત કરી, જ્યાં અશ્વિને સ્પષ્ટ કહ્યું કે જો શ્રેણીમાં તેની જરૂર નથી તો તે રમતને અલવિદા કહે તો સારું રહેશે.
Ravichandran Ashwin talks about his beautiful memories with the Indian team. 🥹🤍
— Johns. (@CricCrazyJohns) December 18, 2024
- Thank you, Legend Ash. pic.twitter.com/amQW4fanle
અશ્વિને નિવૃત્તિ વિશે શું કહ્યું?
અશ્વિન 38 વર્ષનો છે અને લાગે છે કે તેણે આ નિર્ણય ઉંમરને કારણે લીધો છે. તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'ક્રિકેટર તરીકે મારામાં હજુ ઘણું બાકી છે. હું ડોમેસ્ટિક અને ક્લબ લેવલની ક્રિકેટમાં આનો ફાયદો ઉઠાવવા માંગુ છું, પરંતુ ઈન્ટરનેશનલ લેવલ પર આ મારો છેલ્લો દિવસ હશે.
અશ્વિનનું સ્થાન કોણ લઈ શકે?
અશ્વિનની નિવૃત્તિ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મુશ્કેલ પ્રશ્ન એ છે કે તેનું સ્થાન કોણ લેશે. ચેન્નાઈના આ બોલિંગ ઓલરાઉન્ડરે 106 ટેસ્ટ મેચમાં 537 વિકેટ લીધી હતી. બહુ ઓછા સ્પિન વિકલ્પો ઉપલબ્ધ હોવાને કારણે હવે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર પર વધુ દબાણ રહેશે.
આ પણ વાંચો