દુબઈ: એશિયા કપમાં રમાયેલી ત્રીજી મેચમાં પાંચ વખત ચેમ્પિયન રહેલી શ્રીલંકાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાને શ્રીલંકાને 91 રનોથી હાર આપી હતી. એશિયા કપમાં શ્રીલંકાની આ બીજી હાર છે. આ પહેલા બાંગ્લાદેશે શ્રીલંકાને 137 રને હરાવ્યું હતું. શ્રીલંકાની ટીમ 41.2 ઓવરમાં તમામ વિકેટો ગુમાવી માત્ર 158 રન બનાવી શકી. સતત બીજી હારથી શ્રીલંકા એશિયા કપમાંથી બહાર થયું છે.
2/3
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાની ટીમે શ્રીલંકાને જીતવા 250 રનનો પડકાર આપ્યો હતો. અફઘાનિસ્તાને 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 249 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી રહમત શાહ સર્વોચ્ચ 72 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી પરેરાએ 5 વિકેટ ઝડપી હતી.
3/3
શ્રીલંકા તરફથી ઉપલ થરંગાને સૌથી વધારે 36 રન બનાવ્યા હતા. મુજિબ રહેમાને 2 વિકેટ ઝડપી હતી.