શોધખોળ કરો

Asia Cup 2023: બાંગ્લાદેશને એશિયા કપ પહેલા મોટો ઝટકો, આ અનુભવી બેટ્સમેન ટૂર્નામેન્ટમાંથી બહાર

Litton Das Ruled out: એશિયા કપ 2023 પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી બેટ્સમેન લિટન દાસ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

Litton Das Ruled out Asia Cup 2023: એશિયા કપ 2023 પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન લિટન દાસ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. વિકેટ કીપર બેટ્સમેન લિટન દાસ હાલ વાયરલ ફીવરથી પીડિત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણથી તે હજુ સુધી ટીમમાં સામેલ થઈ શક્યો નથી. લિટન હજુ સુધી પ્રથમ મેચ માટે શ્રીલંકા પણ પહોંચી શક્યો નથી. આ કારણોસર તેઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. લિટનની ગેરહાજરીમાં અનામુલ હકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

લિટન બાંગ્લાદેશના શ્રેષ્ઠ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેણે અત્યાર સુધી રમાયેલી 72 વનડેમાં 2213 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી અને 10 અડધી સદી ફટકારી છે. લિટનનો શ્રેષ્ઠ ODI સ્કોર 176 રન છે. તે એશિયા કપ પહેલા જ વાયરલ ફીવરની ઝપેટમાં આવી ગયો હતો અને હજુ સુધી તે સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. આ કારણે તેઓ એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે.

બાંગ્લાદેશે લિટનની ગેરહાજરીમાં અનામુલ હકને ટીમમાં જગ્યા આપી છે. વિકેટ કીપર બેટ્સમેન અનામુલે અત્યાર સુધીમાં 44 વનડે રમી છે. આ દરમિયાન 1254 રન બનાવ્યા છે. તેણે 3 સદી અને 5 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ ODI સ્કોર 120 રન છે. અનામુલે 20 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 445 રન બનાવ્યા છે. તેણે ટીમ માટે છેલ્લી મેચ ડિસેમ્બર 2022માં રમી હતી. ત્યારથી તેઓ ટૂર્નામેન્ટથી બહાર હતા જો કે હવે તેમને કમ બેક કરવાનો સારો મોકો મળ્યો છે.

એશિયા કપ 2023 માટે અપડેટ કરેલી બાંગ્લાદેશની ટીમ: શાકિબ અલ હસન (કેપ્ટન), નઝમુલ હુસૈન શાંતો, તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ, અફીફ હુસેન ધ્રુબો, મેહિદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, શોરફુલ અહેમદ, મહમદ હસન, નસુમ ઈસ્લામ. , નઈમ શેખ , શમીમ હુસૈન , તનઝીદ હસન તમીમ , તનઝીમ હસન સાકિબ , અનમુલ હક બિજોયનો સમાવેશ થાય છે.                                                                                           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી

WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર

EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!

એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?

ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે

Rohit Sharmaની ફિટનેસ પર સવાલ ઉઠાવનારને સૂર્યકુમાર યાદવે આપ્યો જડબાતોડ જવાબ

World News: માત્ર 56 હજારની વસ્તી ધરાવતા દેશે ડોનાલ્ડ ટ્રમ્પને આપી ધમકી, કહ્યું- અમે ક્યારેય અમેરિકાનો ભાગ નહીં બનીએ

Embed widget