આ મેચ પહેલા ભારતની સૌથી મોટી ચિંતા પ્લેઇંગ ઇલેવનને લઈને જ હશે. સૌથી પહેલા એ નક્કી કરવાનું રહેશે અને અજાણી અને નબળી ગણાતી ટીમ વિરૂદ્ધ સંપૂર્ણ તાકાત સાથે ઉતરે કે પછી બીજા જ દિવસે એટલે કે બુધવારે પાકિસ્તાન વિરૂદ્ધ રમાનાર મેચ માટે પોતાની ઉર્જા બચાવી રાખીને બેંચ પર બેસેલ પ્લેયર્સને તક આપે. ભારતે એશિયા કપમાં અત્યાર સુધી 43 મેચ રમ્યા છે. તેમાંથી તેને 26માં જીત મળી જ્યારે 16માં હાર મેળવી છે અને એક મેચ રદ્દ થયો છે.
2/3
કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં પણ રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયા વનડે ફોર્મેટમાં ખૂબ જ મજબુ છે, પરંતુ તેમ છતાં રોહિત અને તેની ટીમ હોંગકોંગ સામાન્ય આંકવાની ભૂલ નહીં કરે. હાલમાં જ પોતાનું વન ડે સ્ટેટસ ગુમાવનારી આ ટીમે ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટમાં બે વખત યૂએઈ અને એક વખત નેપાળને ભાર આપીને એશિયા કપમાં સ્થાન મેળવ્યું છે.
3/3
નવી દિલ્હીઃ પાકિસ્તાન વિરૂદ્ધ સુપરહિટ મુકાબલા પહેલા ટીમ ઇન્ડિયા આજે એશિયા કપમાં હોંગકોંગ સામે ટકરાશે. હોંગકોંગે પોતાનો પ્રતમ મેચ પાકિસ્તાન વિરૂદ્ધ રમ્યો હતો જેમાં તેણે ટીમમાં 7 પાકિસ્તાની મૂળના ક્રિકેટરોને સામેલ કર્યા હતા. ભારત વિરૂદ્ધ પણ આ પ્લેયર્સ પ્લેઇંગ ઇલેવનમાં હશે એવી ધારણા છે. ટીમ ઇન્ડિયા સામે સૌથી મોટી ચિંતા પ્લેઇંગ ઇલેવનને લઈને છે.