Athletics Final: ભારત-પાકિસ્તાનની વચ્ચે જોરદાર ટક્કર, પાકિસ્તાની ખેલાડીએ કર્યો દિલ જીતી લે તેવો મેસેજ
નીરજે આ વખતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. તેને 88.77 મીટરના અંતરે ભાલો ફેંકી. ફાઈનલમાં જગ્યા બનાવવાની સાથે નીરજે પેરિસ ઓલિમ્પિક માટે પણ જગ્યા પાક્કી કરી લીધી છે.
World Athletics Championships 2023: વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2023માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. નીરજ ચોપરાએ હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત ટૂર્નામેન્ટની ભાલા ફેંક સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નીરજ ચોપડાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેની સાથે ભારતીય એથ્લેટ ડીપી મનુ અને કિશોર જેના પણ ફાઇનલમાં પહોંચી ગયા છે. પાકિસ્તાનનો અરશદ નદીમ પણ ફાઇનલમાં પહોંચી ગયો છે. નદીમે ફાઈનલ પહેલા નીરજ ચોપરા માટે ખાસ વાત પણ કહી હતી.
ખરેખરમાં, અરશદ નદીમે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પૉસ્ટ શેર કરી છે. આમાં તે નીરજ ચોપરા સાથે જોવા મળી રહ્યો છે. ફાઈનલ પહેલા એક ચેનલ સાથે વાત કરતા નદીમે કહ્યું, "નીરજ ભાઈ, તમે સારું કરો, અમે પણ સારું કરીએ છીએ." દુનિયામાં તમારું નામ છે, આપણું નામ પણ આવવું જોઈએ.
નીરજે આ વખતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. તેને 88.77 મીટરના અંતરે ભાલો ફેંકી. ફાઈનલમાં જગ્યા બનાવવાની સાથે નીરજે પેરિસ ઓલિમ્પિક માટે પણ જગ્યા પાક્કી કરી લીધી છે. નીરજનો અગાઉની સિઝનનો સર્વશ્રેષ્ઠ 88.67 મીટર હતો. અને ડીપી મનુએ 81.31 મીટરના અંતરે ભાલો ફેંક્યો. જ્યારે કિશોર જેના માત્ર 80.55 મીટર જ સિમિત રહ્યાં.
One throw is all it takes 🎶
— World Athletics (@WorldAthletics) August 25, 2023
🇮🇳's Olympic champ @Neeraj_chopra1 is on fire in Budapest 🔥
Catch him in the javelin throw final on Sunday.#WorldAthleticsChamps pic.twitter.com/ACVakCvPIK
ઉલ્લેખનીય છે કે, પુરુષોની જેવલિન થ્રૉ ઇવેન્ટમાં 37 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આમાંથી માત્ર 12 ખેલાડીઓ જ ફાઇનલમાં પહોંચી શક્યા હતા. પાકિસ્તાનના નીરજ અને અરશદની સાથે ચેક રિપબ્લિકના જેકૉબ વાડલેચ પણ ક્વૉલિફાય થયા છે. નદીમે 86.79 મીટર સુધી થ્રો કર્યો હતો.
View this post on Instagram
-
Javelin Throw in World Athletics Championships 2023:
— Johns (@JohnyBravo183) August 25, 2023
- Automatic QF: 83 M
- Neeraj Chopra: 88.77 M in 1st attempt
- Rest all: not even 83 M in 3 attempts
That's the level he's operating at 🔥
Truly Elite Level Athlete 🙇🏻♂️#NeerajChopra | #WorldAthleticsChamps | #Budapest2023 pic.twitter.com/y6lOhE3EzG
#BudaQuest: Shericka Jackson's gold medal in the women's 200m has increased Jamaica's tally, maintaining its third position in the medal standings as day seven concludes at the 2023 World Athletics Championships in Budapest, Hungary. #GLNRSports pic.twitter.com/L7lfou6e9G
— Jamaica Gleaner (@JamaicaGleaner) August 25, 2023