શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: બોલ્ટની હેટ્રિક બેકાર, ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 86 રનથી હરાવ્યું
244 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 43.4 ઓવરમાં 157 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
નવી દિલ્હી: લૉર્ડ્સના મેદાન પર રમાયેલા વર્લ્ડકપના મહત્વના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 86 રનથી હરાવ્યું હતું. 244 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 43.4 ઓવરમાં 157 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કેન વિલિયમસને સર્વાધિક 40 રન બનાવ્યા હતા. જ્યારે રોઝ ટેલરે 30 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતાં 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 243 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 88 રન અને એલેક્સ કેરના 71 રનનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપી હતી. જ્યારે જેશને 2 વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે અંતિમ ઓવરમાં હેટ્રિક વિકેટ ઝડપી ઇતિહાસ રચી દીધો હતો. બોલ્ટે 10 ઓવરમાં 51 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે લોકી ફોરગ્યુસોન અને નિશામે બે-બે વિકેટ ઝડપી હતી.☝️ ☝️ ☝️ Woohoo 🎉 Excited fans wait with our Insider Niall O'Brien as the third umpire confirms Trent Boult's hat-trick! #BackTheBlackcaps #CWC19 pic.twitter.com/R6GLr3YZWl
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement