શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાએ જીવંત રાખી સીરીઝ, ત્રીજી વનડેમાં ભારતનો 32 રને પરાજય
રાંચીઃ મહેન્દ્ર સિંહ ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચીના જેએસસીએ મેદાન પર રમાયેલી ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 32 રને માત આપી છે. આ સાથે પાંચ મેચની વનડે સીરીઝમાં પોતાની પ્રથમ જીત સાથે સીરીઝ જીવંત રાખી છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 313 રન બનાવી ટીમ ઈન્ડિયાને 314 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ભારત 48.2 ઓવરમાં 281 રને ઓલ આઉટ થઈ ગયું હતું.
ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત રહી હતી. શરુઆત ટીમ ઈન્ડિયાએ 11 ઓવરમાં 47 રને 3 વિકેટ ગુમાવી દીધી હતી. તેના વિરાટ કોહલીએ બાજી સંભાળતા તેણે સદી(123) ફટકારી હતી. ધોની પણ પોતાના હોમ ગ્રાઉન્ડ પર કંઈ ખાસ કમાલ કરી શક્યો નહતો અને 26 રન બનાવી ઝમ્પાની ઓવરમાં આઉટ થઈ ગયો હતો. શિખર ધવન(2), રોહિત શર્મા(14) અને અંબાતિ રાયડૂ (2) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. વિજય શંકરે 32 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સ, જઈ રિચાર્ડસન અને એડમ ઝાંપાએ 3-3 વિકેટ લીધી હતી.
આર્મીની ટોપી પહેરીને મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા, મેચ ફી શહીદ જવાનોના પરિવારને આપશે
કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કાંગારુની ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 313 રન બનાવ્યા હતા. કાંગારુએ મજબૂત શરૂઆત કરી હતી 30 ઓવરના અંત સુધી વિના વિકેટે 186 રન કર્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાઝા 104 રન અને એરોન ફિન્ચ 93 રન બનાવ્યા હતા.જ્યારે ગ્લેન મેક્સવેલે 47 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે ત્રણ અને મોહમ્મદ શમીએ એક વિકેટ ઝડપી હતી. ભારત 5 મેચની સીરિઝમાં 2-1થી આગળ છે. ચોથી વનડે રવિવારે મોહાલી ખાતે રમાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion