શોધખોળ કરો

Paralympics 2024: ભારતને મળ્યો પહેલો ગોલ્ડ મેડલ, અવની લેખરાએ પેરાલિમ્પિક્સમાં પોતાનો જ રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

Avani Lekhara Wins Gold Medal: અવની લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ પેરાલિમ્પિક્સ 2024માં કોઈ ભારતીય એથ્લીટ દ્વારા જીતવામાં આવેલો પહેલો મેડલ છે.

Avani Lekhara Wins Gold Medal Paralympics 2024: ભારતની અવની લેખરાએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. અવનીએ ફાઇનલ રાઉન્ડમાં 249.7નો સ્કોર કરીને સુવર્ણ ચંદ્રક પર કબજો જમાવ્યો છે. તેમના સિવાય ભારતની મોના અગરવાલે પણ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. અવનીની આ જીત ઐતિહાસિક પણ છે કારણ કે તેણે નવો પેરાલિમ્પિક રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે.

અવની લેખરા અને દક્ષિણ કોરિયાની યુનરી લી વચ્ચે છેલ્લા શોટ સુધી ખૂબ જ કડક મુકાબલો જોવા મળ્યો. છેલ્લા શોટ સુધી ભારતની અવની સિલ્વર મેડલ પોઝિશનમાં હતી, પરંતુ તેના છેલ્લા શોટ પર ભારતની શૂટરે 10.5નો સ્કોર કર્યો. જ્યારે કોરિયન નિશાનેબાજથી છેલ્લા શોટ પર ભૂલ થઈ ગઈ, જેમનો છેલ્લા શોટ પર સ્કોર માત્ર 6.8 રહ્યો. આ કારણે કોરિયન શૂટરનો અંતિમ સ્કોર 246.8 રહ્યો.

અવની લેખરાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો

અવની લેખરા ટોક્યો પેરાલિમ્પિક્સમાં માત્ર 19 વર્ષની ઉંમરે ભાગ લેવા પહોંચી હતી. ત્યાં તેણે ફાઇનલમાં 249.6નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો અને નવો પેરાલિમ્પિક રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. હવે પેરિસ પેરાલિમ્પિક્સમાં અવનીએ પોતાના જ રેકોર્ડને સુધારીને 249.7નો સ્કોર કરીને ઐતિહાસિક કારનામું કરી દીધું છે. છેલ્લી વખત એટલે કે ટોક્યો પેરાલિમ્પિક્સનો સિલ્વર મેડલ વિજેતા એટલે કે ચીનનો ક્યુપિંગ ઝાંગ આ વખતે છેલ્લી વાર રહ્યો.

અવની લેખા હવે સતત બે પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ છે. તેના પહેલા, આજ સુધી ભારતનો કોઈ શૂટર આ કરી શક્યો નથી, જેણે સતત બે પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય. પેરાલિમ્પિક્સ 2024માં અવની લેખારાનો પડકાર હજુ પૂરો થયો નથી કારણ કે તે મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં મેડલ માટે પણ લડશે. અવનીએ આ સ્પર્ધામાં ગત વખતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, પરંતુ આ વખતે તે પોતાના મેડલનો રંગ બદલવા માંગશે.

આ પણ વાંચોઃ

6 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન આમને સામને, ICC એ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ 2024નું લેટેસ્ટ શેડ્યૂલ

ટોપ સ્ટોરી

IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, T20I માં 150 વિકેટ પૂરી કરી, આ બોલરનો રેકોર્ડ તોડ્યો 
અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, T20I માં 150 વિકેટ પૂરી કરી, આ બોલરનો રેકોર્ડ તોડ્યો 
અર્શદીપ સિંહના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20 માં રચ્યો ઇતિહાસ
અર્શદીપ સિંહના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20 માં રચ્યો ઇતિહાસ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ

વિડિઓઝ

PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
Harsh Sanghavi in Banaskantha: ખડગેને હર્ષ સંઘવીનો જાહેર મંચ પરથી જવાબ
Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Embed widget