શોધખોળ કરો
Advertisement
શ્રીલંકાના આ બેટ્સમેને તોડ્યો કોહલી-સચિનનો આ રેકોર્ડ, જાણો વિગત
આવીષ્કા વર્લ્ડકપમાં શ્રીલંકા માટે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેણે 21 વર્ષ 87 દિવસની ઉંમરે આ કારનામું કર્યું હતું. આ ઉપરાંત વર્લ્ડકપમાં સદી ફટકાનારો ત્રીજો સૌથી યુવા ક્રિકેટર બન્યો છે.
લંડનઃ વર્લ્ડકપની 39મી મેચમાં ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ બેટિંગ કરતાં 6 વિકેટના નુકસાન પર 338 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે 21 વર્ષીય આવીષ્કા ફર્નાન્ડોએ 103 બોલમાં 104 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જેની સાથે જ તેણે કોહલી, સચિન જેવા દિગ્ગજોને પાછળ રાખી દીધા છે.
આવીષ્કા વર્લ્ડકપમાં શ્રીલંકા માટે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેણે 21 વર્ષ 87 દિવસની ઉંમરે આ કારનામું કર્યું હતું. આ પહેલા આ રેકોર્ડ લાહિરૂ થિરિમાનેના નામે હતો. તેણે 25 વર્ષની ઉંમરે વર્લ્ડકપમાં સદી ફટકારી હતી.
આ ઉપરાંત આવીષ્કા વર્લ્ડકપમાં સદી ફટકાનારો ત્રીજો સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. વર્લ્ડકપમાં સૌથી યુવા વયે સદી ફટકારવાનો રેકોર્ડ આયર્લેન્ડના પોલ સ્ટિરલિંગના નામે છે. તેણે 20 વર્ષ 196 દિવસની વયે આ સિદ્ધી મેળવી હતી. બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ છે. તેણે 21 વર્ષ 76 દિવસે આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. ભારતના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીએ 22 વર્ષ 106 દિવસ અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે 22 વર્ષ 300 દિવસની વયે આ ઉપલબ્ધિ મેળવી હતી. આ બંને અનુક્રમે ચોથા અને પાંચમા નંબરે છે.What a knock from this youngster! #SLvWI | #LionsRoar pic.twitter.com/058z71LxjO
— Cricket World Cup (@cricketworldcup) July 1, 2019
વર્લ્ડકપ 2019: એક પણ વન ડે નહીં રમેલા મયંક અગ્રવાલની કેમ થઈ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ? જાણો શું છે કારણ વર્લ્ડકપ દરમિયાન ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેનને મળ્યા સારા સમાચાર, પત્નીએ આપ્યો દીકરીને જન્મ, જાણો શું નામ રાખ્યું ખેડૂતો પ્રત્યે CM રૂપાણીની લાગણીને નીતિન પટેલે કેવી રીતે વર્ણવી, જુઓ વીડિયોYoungest centurions in World Cup history:
Paul Stirling – 20 years, 196 days Ricky Ponting – 21 years 76 days AVISHKA FERNANDO – 21 years 87 days 👏 Virat Kohli – 22 years 106 days Sachin Tendulkar – 22 years 300 days #LionsRoar | #SLvWI pic.twitter.com/tedI5feuqW — Cricket World Cup (@cricketworldcup) July 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement