શોધખોળ કરો
Advertisement
બાંગ્લાદેશના દિગ્ગજ બેટ્સમેને ફટકારી ત્રેવડી સદી, પાકિસ્તાનનો છૂટ્યો પરસેવો
તમીમે ફર્સ્ટ ક્લાસ મેચમાં અણનમ 334 રનની ઈનિંગ રમી હતી. તમીમ ફર્સ્ટ ક્લાસ મેચમાં ત્રેવડી સદી ફટકારનારો બાંગ્લાદેશનો માત્ર બીજો બેટ્સમેન છે. તમીમ પહેલા આ કારનામું રકિબુલ હસનના નામે હતો. તેણે 2007માં 313 રન બનાવ્યા હતા.
ઢાકાઃ બાંગ્લાદેશના પાકિસ્તાન પ્રવાસને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ મેચ 7 ફેબ્રુઆરીથી રમાશે. આ પહેલા બાંગ્લાદેશના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન તમીમ ઇકબાલે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર ફોર્મ બતાવ્યું છે. તમીમ ઇકબાલે ડોમેસ્ટિક ક્રિકેટમાં અણનમ ત્રેવડી સદી ફટકારીને બાંગ્લાદેશ તરફથી સૌથી મોટો વ્યક્તિગત સ્કોરનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
ફર્સ્ટ ક્લાસ મેચમાં ત્રેવડી સદી ફટકારનારો બાંગ્લાદેશનો માત્ર બીજો બેટ્સમેન
તમીમે ફર્સ્ટ ક્લાસ મેચમાં અણનમ 334 રનની ઈનિંગ રમી હતી. તમીમની આ ઈનિંગ બાદ પાકિસ્તાનને પરસેવો વળી ગયો હશે. જો તે આવું જ ફોર્મ ટેસ્ટમાં દર્શાવશે તો પાકિસ્તાન માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. તમીમ ફર્સ્ટ ક્લાસ મેચમાં ત્રેવડી સદી ફટકારનારો બાંગ્લાદેશનો માત્ર બીજો બેટ્સમેન છે. તમીમ પહેલા આ કારનામું રકિબુલ હસનના નામે હતો. તેણે 2007માં 313 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશની ધરતી પર સૌથી મોટી ઈનિંગ રમનારો બેટ્સમેન
આ ઉપરાંત તમીમ ઇકબાલ બાંગ્લાદેશની ધરતી પર સૌથી મોટી ઈનિંગ રમનારો બેટ્સમેન બની ગયો છે. પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારના નામે હતો. તેણે 2014માં બાંગ્લાદેશ સામે 319 રનની ઈનિંગ રમી હતી.
ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બાંગ્લાદેશ તરફથી સર્વાધિક રન બનાવનારો બેટ્સમેન છે તમીમ તમીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બાંગ્લાદેશ તરફથી સર્વાધિક રન બનાવનારો બેટ્સમેન છે. ત્રેવડી સદી બાદ તેણે જણાવ્યું, સમગ્ર ઈનિંગ દરમિયાન ક્યારેય નહોતું વિચાર્યું કે હું વિશેષ કરી શકું છું. મારું ધ્યાન માત્ર બેટિંગ પર કેન્દ્રીત હતું. 280 રન સુધી પહોંચ્યા બાદ મેં ત્રેવડી સદી ફટકારવા અંગે વિચાર્યું હતું. જે બાદ ધીરજભરી બેટિંગ કરીને આ મુકામ સુધી પહોંચ્યો હતો. તમીમ ઈકબાલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર પર નજર તમીમ ઈકબાલે 58 ટેસ્ટમાં 9 સદી અને 27 અડધી સદીની મદદથી 4327 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 206 રન છે. જ્યારે 204 વન ડેમાં 35.5ની સરેરાશથી 6892 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 11 સદી અને 47 અડધી સદી લગાવી છે. જ્યારે 77 ટી-20 ઈન્ટરનેશનલમાં 1 સદી અને 7 અડધી સદીની મદદથી 1717 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 103* રન છે. શાહીનબાગ પ્રદર્શન પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આ સંયોગ નથી, પ્રયોગ છે અમરેલીઃ સાવરકુંડલાના બાઢડા પાસે બે કાર અને બાઇકનો ત્રિપલ અકસ્માત, બેનાં મોત અમદાવાદ સહિત રાજ્યમાં આવતીકાલથી પડશે કાતિલ ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી INDvNZ: રોહિત શર્માના સ્થાને કોને મળી શકે છે ભારતીય ટીમમાં સ્થાન, જાણો વિગતRuns ➞ 334* Balls ➞ 426 Fours ➞ 42 Sixes ➞ 3 Tamim Iqbal recorded 🇧🇩's highest individual score in first-class cricket in a Bangladesh Cricket League match yesterday 👏 pic.twitter.com/45eWofaOAM
— ICC (@ICC) February 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion