શોધખોળ કરો
Advertisement
શાહીનબાગ પ્રદર્શન પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આ સંયોગ નથી, પ્રયોગ છે
મોદીએ કહ્યું, 21મી સદીનું ભારત નફરતની રાજનીતિથી નહીં વિકાસની રાજનીતિથી ચાલશે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની વોટિંગ તારીખ નજીક આવવાની સાથે રાજકીય માહોલ પણ ગરમ થઈ રહ્યો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતાં કહ્યું, પ્રથમ વખત દેશને લોકપાલ મળ્યો પરંતુ દિલ્હીના લોકો આજે પણ લોકપાલની રાહ જોઈ રહ્યા છે. કેટલું મોટું આંદોલન કરવામાં આવ્યું હતું, શું થયું ? દાનત સારી હોવી જોઈએ.
સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ શાહીનબાગ પર થઈ રહેલા પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું, સીલમપુર હોય કે જામિયા, કે પછી શાહીનબાગ. છેલ્લા ઘણા દિવસોથી સિટીઝનશિપ અમેંડમેંટ બિલને લઈ પ્રદર્શન થઈ રહ્યા છે. શું આ પ્રદર્શનો માત્ર એક સંયોગ છે ? ના, આ એક પ્રયોગ છે. તેની પાછળ રાજનીતિની એક એવી ડિઝાયન છે જે રાષ્ટ્રના સૌહાર્દને ખંડિત કરે છે. જો માત્ર એક કાનૂનો વિરોધ હોત તો સરકારના તમામ આશ્વાસનોથી સમાપ્ત થઈ જાત. પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો તેને ભડકાવી રહ્યા છે. બંધારણ અને તિરંગાને સામે રાખીને જ્ઞાન વહેંચવામાં આવી રહ્યું છે અને અસલી કાવતરાથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે.#WATCH PM Modi: Be it Seelampur, Jamia or Shaheen Bagh, protests held over the past several days regarding the Citizenship Amendment Bill. Is this just a coincidence? No. This is an experiment.There is a political design behind this which has plans to destroy harmony in country pic.twitter.com/HBkBem6Spk
— ANI (@ANI) February 3, 2020
મોદીએ કહ્યું, દિલ્હીના લોકોએ પહેલા દેશને બદલ્યો હવે વોટ દ્વારા દિલ્હીને બદલશે. 21મી સદીનું ભારત નફરતની રાજનીતિથી નહીં વિકાસની રાજનીતિથી ચાલશે. દિલ્હીના વિકાસ માટે ભાજપ જરૂરી છે. દિલ્હી માત્ર એક શહેર નથી પરંતુ હિન્દુસ્તાનની ધરોહર છે. જે ભારતના વિવિધ રંગોને એક જગ્યાએ રાખતી જીવિત પરંપરા છે. પીએમ મોદીએ કહ્યું, આ ચૂંટણી દિલ્હીના આ ગૌરવને 21મી સદીની ઓળખ અને શાન આપવાનો સંકલ્પ છે. આ ચૂંટણી દાયકાની પ્રથમ ચૂંટણી છે. જે 21મી સદીના ભારત અને 21મી સદીના ભારતની રાજધાનીનું ભવિષ્ય નક્કી કરશે. દિલ્હી ચૂંટણી 21મી સદીના ભારતની રાજધાનીનું ભવિષ્ય નક્કી કરશેઃ મોદી અમરેલીઃ સાવરકુંડલાના બાઢડા પાસે બે કાર અને બાઇકનો ત્રિપલ અકસ્માત, બેનાં મોત INDvNZ: ICC એ ભારતીય ટીમને કેમ ફટકાર્યો દંડ ? જાણો વિગતેConstitution and tricolour in foreground, attention being diverted from real conspiracy: PM Modi on anti-CAA protests
— Press Trust of India (@PTI_News) February 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement