શોધખોળ કરો
કોલકાતાઃ આ ખેલાડીને માત્ર એક ભૂલ માટે ભરવો પડ્યો આટલા રૂપિયાનો દંડ
ભારત વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સિરીઝ માટે હસન બાંગ્લાદેશી ટીમનો રિઝર્વ ઓપનર હતો.
![કોલકાતાઃ આ ખેલાડીને માત્ર એક ભૂલ માટે ભરવો પડ્યો આટલા રૂપિયાનો દંડ bangladesh opner batsmen saif hasan got stuck in kolkata due to security concern visa કોલકાતાઃ આ ખેલાડીને માત્ર એક ભૂલ માટે ભરવો પડ્યો આટલા રૂપિયાનો દંડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/28145156/saif-hasan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારત પ્રવાસ પર બે ટી20 મેચ અને બે ટેસ્ટ મેચમાંથી એક ઐતિહાસિક ડે નાઈટ ટેસ્ટ મેચ રમીને બાંગ્લાદેશની ટીમ પોતાના વતન રવાના થઈ છે. પરંતુ આ વચ્ચે બાંગ્લાદેશમાં બેગઅપ તરીકે સામેલ થયેલ ઓપનિંગ બેટ્સમેન સૈફ હસન ટીમની સાથે ઘરે ન જઈ શક્યા. કારણ કે કોલકાતામાં તે વીઝા પૂરા થઈ જવાને કારણે તેમને રોકવામાં આવ્યા હાત. એવામાં ખેલાડીને દંડ તરીકે 21,600 રૂપિયા આપવા પડ્યા બાદમાં બુધવારે સાંજે તે બાંગ્લાદેશ માટે રવાના થઈ શક્યા.
ભારત વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સિરીઝ માટે હસન બાંગ્લાદેશી ટીમનો રિઝર્વ ઓપનર હતો. રિપોર્ટ પ્રમાણે સોમવારે ઢાકા રવાનગી વખતે હસનને નેતાજી સુભાષચંદ્ર બોસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. કારણ કે તેની પાસે કાયદેસર વિઝા ન હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના બાદ બુધવારે ઢાકામાં ભારતીય હાઈ કમિશને તેને માન્ય વીઝા આપ્યા હતા. બાંગ્લાદેશી ટીમના કેટલાક ક્રિકેટર્સ રવિવારે રવાના થયા હતા. ટીમના બાકી સભ્યો જેમાં હસન પણ સામેલ હતો. સોમવારે સવારે ફ્લાઇટ પકડવા કોલકાતાના એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાં એરપોર્ટ અધિકારીઓએ બોર્ડિંગ પાસ વખતે જોયું કે તેમની પાસે રવિવાર રાત સુધીના જ માન્ય વીઝા હતા. આ કારણે તેને ફાઇટ બોર્ડ કરવાની મંજૂરી ના મળી અને તેને શહેરમાં જ રોકાવવું પડ્યું. હસનને આ કારણે 21,600 રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ટેકનોલોજી
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)