શોધખોળ કરો

ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન

અમેરિકાની સૌથી મોટી ટેક કંપની Nvidia Corp અત્યાર સુધી AI ના ક્ષેત્રમાં સૌથી આગળ છે

દુનિયામાં AI ને નિયંત્રિત કરવા માટે એક યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં દરરોજ ધમાકા થઈ રહ્યા છે. તાજેતરનો ધડાકો ચીને કર્યો છે. ચીનની AI સ્ટાર્ટઅપ DeepSeek-R1 એક સસ્તું AI મોડેલ લઈને આવી છે જેણે યુએસ શેરબજારમાં હલચલ મચાવી દીધી છે. સોમવારે યુએસ ચિપ નિર્માતા Nvidia કોર્પના શેર તૂટી ગયા હતા. ચીનના સસ્તા એઆઈ મોડેલ્સના ડરને કારણે તેણે 600 અબજ ડોલર થોડીવારમાં ગુમાવી દીધા હતા. વિશ્વની સૌથી મોટી ટેક કંપની Nvidia Corp ના બજાર મૂલ્યમાં આ સૌથી મોટો ઘટાડો છે. ચીનના આ નવા AI મોડેલથી અમેરિકા કેટલી હદે ગભરાયેલું છે તે એ વાત પરથી સમજી શકાય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ટેક કંપનીઓને ચેતવણી આપી છે.

Nvidia Corp ના માર્કેટ વેલ્યૂમાં ઐતિહાસિક ઘટાડો

અમેરિકાની સૌથી મોટી ટેક કંપની Nvidia Corp અત્યાર સુધી AI ના ક્ષેત્રમાં સૌથી આગળ છે. પરંતુ ચીનના AI સ્ટાર્ટઅપ ડીપસીકે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. ડીપસીકે જણાવ્યું હતું કે સોમવારે યુએસ શેરબજાર ખુલતાની સાથે જ Nvidia Corp ના શેર એટલા ઘટી ગયા કે લોકો ચોંકી ગયા. વિશ્વની સૌથી મોટી ટેક કંપની Nvidia Corp ના બજાર મૂલ્યમાં આ સૌથી મોટો ઐતિહાસિક ઘટાડો છે, જેના કારણે વિશ્વભરની ટેક કંપનીઓમાં ગભરાટ ફેલાયો છે.

DeepSeek શું છે?

ડીપસીક એ ચીનનું એક એડવાન્સ એઆઇ મૉડલ છે. તેને ચીનની સિલિકોન વેલી તરીકે ઓળખાતા હાંગઝોઉમાં ડીપસીક નામની રિસર્ચ લેબ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેની સ્થાપના 2023માં ચીનના એઆઈ એન્જિનિયર લિયાંગ વેનફેંગ દ્વારા કરવામાં આવી હતી.

લોકોને DeepSeek એઆઈ કેમ વધુ સારો વિકલ્પ લાગે છે?

ચીનની DeepSeek લોકો માટે મફત AI રજૂ કર્યું છે. કંપનીનો દાવો છે કે તે સસ્તી ચિપ્સ અને ઓછા ડેટાનો ઉપયોગ કરે છે. DeepSeek એ ખ્યાલને પણ પડકારે છે કે AI ના વિકાસથી મુખ્યત્વે ચિપ્સ અને ડેટા સેન્ટર જેવા ઘટકોની માંગ વધશે. નવાઈની વાત એ છે કે ડીપસીક-વી3 મોડેલ ફક્ત 5.6 મિલિયન ડોલરમાં બનાવવામાં આવ્યું હતું. ઓપનએઆઈ, ગૂગલ, મેટા દ્વારા તેમના એઆઈ મોડેલો પર ખર્ચવામાં આવેલા નાણાંની સરખામણીમાં આ કંઈ નથી. આવી સ્થિતિમાં ચીની ઉત્પાદનો AI ક્ષેત્રમાં પણ હિટ લાગે છે. Nvidia નું 600 બિલિયન ડોલરનું નુકસાન ઘણી મોટી કંપનીઓના માર્કેટ કેપ કરતા અનેક ગણું વધારે છે.

Nvidia Corp ના શેર લગભગ 13 ટકા ઘટ્યા

રિપોર્ટ અનુસાર, યુએસ માર્કેટમાં Nvidia Corpના શેર લગભગ 13 ટકા ઘટ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટાડાને કારણે કંપનીના માર્કેટ વેલ્યૂમાં  465 અબજ ડોલરનો ઘટાડો થયો છે. Nvidia ના શેરમાં ઘટાડાનું મુખ્ય કારણ DeepSeek દ્વારા ઓછી કિંમતે વધુ સારા AI મોડેલ રજૂ કરવાનું હોવાનું કહેવાય છે. અમેરિકાએ ચીનને અદ્યતન સેમિકન્ડક્ટર ટેકનોલોજીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી આ બન્યું છે. અમેરિકાએ ઘણા દેશો, તેના સાથી દેશોને પણ અદ્યતન Nvidia AI ચિપ્સના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં ચિપ્સની ભારે અછત છે.

વિશ્વભરની ટેક કંપનીઓ સામે મોટો પડકાર

ડીપસીકના એઆઈ આસિસ્ટન્ટે ચેટજીપીટીને પાછળ છોડીને યુએસ એપલ એપ સ્ટોર પર નંબર વન સ્થાન મેળવ્યું છે. ડીપસીકના આગમન સાથે હવે Nvidia જેવી મોટી ટેક કંપનીઓ માટે નવા અને સસ્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડેલો સાથે સ્પર્ધા કરવી એક પડકાર છે. ભારતમાં AI સંચાલિત ડેટા સેન્ટર પર કામ ચાલી રહ્યું છે.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ, સવારે 9:00 કલાકે શરૂ થશે મત ગણતરી
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ, સવારે 9:00 કલાકે શરૂ થશે મત ગણતરી
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
Embed widget