Parshottam Pipaliya: પાટીદાર આગેવાન પરશોત્તમ પીપળીયાના રાદડિયા પર પ્રહાર
સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડીયાએ નામ લીધા સિવાય પાટીદાર સામાજિક નેતા વિરુદ્ધ કરેલા શાબ્દિક વાર બાદ હવે પાટીદાર સમાજના આગેવાન પરસોત્તમ પીપળીયા ખુલ્લીને પલટવાર કર્યો. સત્તાનો મદનો રાજા રાવણનો પણ નથી રહ્યો તે ધ્યાને લઈને હાકલા પડકાર કરવા જોઈએ... સાથે જ રાજકીય તાકાત ધરાવતા હોય તો સમાજે શું તમારાથી ફાંટી મરવાનાની સાથે જ્યારે પક્ષ સામે સમાજની તરફેણમાં બોલવાનું થાય ત્યારે પાટીદાર નેતાઓ ફાટીદાર બનતા હોય છે. ખાસ કરીને અમરેલીની દીકરીના સંદર્ભે પોસ્ટ કરી પીપળીયાએ એ પણ ઈશારો કર્યો કે.. શાસક પક્ષના નેતા ચૂપ હતા તેનો મતલબ તેમનો ઈશારો કોના પર છે. ભલે સોશલ મીડિયા પર નામનો ઉલ્લેખ ન કર્યો હોય. પણ એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતમાં પીપળીયાએ સ્પષ્ટ કર્યું કે તેમનું આ તમામ લખાણ જયેશ રાદડિયા માટે છે..




















