Viramgam Teacher Murder Case: અમદવાદમાં વિરમગામની ખાનગી શાળાના પ્રાથમિક શિક્ષકની હત્યાથી હડકંપ
અમદવાદમાં વિરમગામની ખાનગી શાળાના પ્રાથમિક શિક્ષકની હત્યાથી હડકંપ..સોમવારે સાંજે જાહેરમાં ચાવડા નરેશભાઈ જેસંગભાઈની હત્યા કરાઈ. હાલ તો ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરી છે..
અમદાવાદના વિરમગામમાં શિક્ષકની હત્યાથી હડકંપ. કે.બી.શાહ શાળાના શિક્ષક નરેશ ચાવડાની કારમાં આવેલા શખ્સોએ હત્યાને અંજામ આપ્યો .જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જઈ શકાય છે કે કારમાં આવેલ શખ્સો હુમલો કરવા લાગે છે..લોખંડની પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો. જેથી તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા...પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યો. પ્રેમ સંબંધમાં હત્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.. પોલીસે સીસીટીવીના આધારે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે..કલાભાઇ, અજીતભાઈ અને ગોકાભાઇ કટારીયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આરોપીઓ પાટણના શંખેશ્વરના હોવાની માહિતી છે...પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે.





















