શોધખોળ કરો
Advertisement
IPL 2020નો શેડ્યૂલ જાહેર, એક ક્લિકમાં જાણો ક્યારે-ક્યાં કઈ ટીમો વચ્ચે થશે ટક્કર
આ સીઝનનો પ્રથમ મુકાબલો ગત વર્ષની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)સીઝન 13ની શરૂઆત 29 માર્ચથી થઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL 2020ના ટાઈમટેબલની જાહેરાત કરી દીધી છે. આ સીઝનનો પ્રથમ મુકાબલો ગત વર્ષની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલની ફાઈનલ મેચ 24 મેં ના રોજ રમાશે.
ટૂર્મામેન્ટ 57 દિવસ સુધી ચાલશે. આ સીઝનમાં માત્ર 6 મેચ દિવસે રમાશે બાકીની તમામ મેચ નાઈટમાં રમાશે. આ સીઝનમાં મોટો ફેરફાર કરતા બોર્ડે શનિવારે બે મેચ નહીં રમાડવાનો નિર્ણય કર્યો છે. બપોરે 6 મેચ રમાશે જે રવિવારે જ રમાશે. આઈપીએલની આ સીઝનમાં પણ 8 ટીમ ભાગ લઈ રહી છે. આઈપીએલના રાઉન્ડ લીગની શરૂઆત 29 માર્ચથી થશે. રાઉન્ડ લીગની અંતિમ મેચ 17 મેના રોજ મુંબઈ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. તેના બાદ નોકઆઉટ મુકાબલા થશે જેનો શિડ્યૂલ હાલમાં બીસીસીઆઈએ જાહેર કર્યો નથી.🗓️🗓️ Announcement 🚨🚨 Schedule for league stage of the VIVO IPL 2020 is out 😎 Mumbai Indians to take on Chennai Super Kings in the tournament opener in Mumbai on March 29th 🏟️🏟️ Full Details here 👉👉https://t.co/vi0Ve6zoy8 pic.twitter.com/kankjBLuJg
— IndianPremierLeague (@IPL) February 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion