શોધખોળ કરો
આ પૂર્વ ક્રિકેટર બન્યો ટીમ ઈન્ડિયાનો મુખ્ય પસંદગીકર્તા, IPLમાં કોહલી સાથે રમી ચુક્યો છે
મુંબઈમાં ક્રિકેટ એડવાઇઝરી કમિટીના સભ્યોએ 5 પૂર્વ ક્રિકેટરને સિલેક્ટર પદના ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા.

(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ BCCIની ક્રિકેટ એડવાઇઝરી કમિટી દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેકટર તરીકે પૂર્વ ક્રિકેટર સુનીલ જોશીની વરણી કરવામાં આવી છે. પૂર્વ ફાસ્ટ બોલર હરવિંદર સિંહને પસંદગીકર્તા તરીકે પસંદ કરવામાં આવ્યો છે. સીએસીએ પુરુષોની સિનિયર ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષની ભૂમિકા માટે સુનિલ જોશીની ભલામણ પણ કરી હતી.
આ ક્રિકેટરો પણ હતા રેસમાં
મુંબઈમાં ક્રિકેટ એડવાઇઝરી કમિટીના સભ્યોએ 5 પૂર્વ ક્રિકેટરને સિલેક્ટર પદના ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા. જેમાં વેંકટેશ પ્રસાદ, એલ શિવારામકૃષ્ણન, રાજેશ ચૌહાણ પણ હતા. પરંતુ સુનીલ જોશી અને હરવિંદર સિંહની પસંદગી કરવામાં આવી હતી. તેઓ વર્તમાન ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ અને ગગન ખોડાનું સ્થાન લેશે.
બાંગ્લાદેશનો સ્પિન કોચ રહી ચુક્યો છે જોશી સુનીલ જોષીએ ભારત માટે 15 ટેસ્ટ અને 69 વન ડે રમી છે. ટેસ્ટમાં તેના નામે 41 વિકેટ અને વન ડેમાં 69 વન ડે છે. તે હૈદરાબાદ અને જમ્મુ-કાશ્મીર ટીમનો કોચ રહી ચુક્યો છે. વર્ષ 2015માં તેની ઓમાનના કોચ તરીકે પસંદગી થઈ હતી. આ ઉપરાંત તે બાંગ્લાદેશ અને કિંગ્સ ઇલેવન પંજાબ ટીમનો સ્પિન બોલિંગ કોચ પણ રહી ચુક્યો છે. આઈપીએલમાં બેંગ્લોર તરફથી રમી ચુક્યો છે સુનીલ જોશી જોશી 2008 અને 2009માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો છે. વિરાટ કોહલી પણ સુનીલ જોશી સાથે આઈપીએલમાં રમી ચુક્યો છે. તેણે આઈપીએલમાં આરસીબી તરફથી 4 મેચ રમી હતી, જેમાં 1 જ વિકેટ ઝડપી શક્યો હતો અને બેટિંગમાં 2 ઈનિંગમાં 6 રન બનાવ્યા હતા. ICC Women’s T-20 Worldcup: આવતીકાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઈનલ, ભારત પાસે ઈતિહાસ રચવાનો મોકો કોરોના પીડિતો વચ્ચે કામ કરતી નર્સે કરી અનોખી માંગ, કહ્યું- ‘સેવાના બદલામાં સરકાર શોધી આપે બોયફ્રેન્ડ’ ICC Women’s T-20 Rankings: ભારતની શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ, 16 વર્ષની ઉંમરે જ બની વિશ્વની નંબર-1 બેટ્સમેનBCCI Cricket Advisory Committee (CAC) recommends the names of former Indian cricketers Sunil Joshi & Harvinder Singh for the senior men’s selection committee panel. CAC also recommended Sunil Joshi for the role of Chairman of the senior men’s selection committee. pic.twitter.com/PMl67Nyk32
— ANI (@ANI) March 4, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ખેતીવાડી
દેશ
Advertisement