શોધખોળ કરો
ટેસ્ટમાં સતત 2 હાર બાદ એક્શનમાં BCCI, કોહલી અને કોચ શાસ્ત્રી પાસે માંગશે જવાબ
1/4

બીસીસઆઈએ એક સૂત્રએ કહ્યું કે, બેટિંગ કોચ સંજય બાંગડ અને ફિલ્ડીંગ કોચ આર શ્રીધરના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી રહી છે. સૂત્રોના હવાલાથી સમાચાર છે કે, ત્રીજી ટેસ્ટ પછી દિનેશ કાર્તિકનું ટીમમાંથી પત્તું કપાઈ શકે છે. સાથે જ મુરલી વિજય અને શિખર ધવન પર પણ ખતરો ઉભો થયો છે.
2/4

ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ટીમની પસંદગી ત્રીજી ટેસ્ટ પછી કરવામાં આવશે જે શનિવારે નોર્ટિંગહામમાં શરૂ થશે. બોર્ડના એક સીનિયર અધિકારીએ કહ્યું, ભારતીય ટીમ તે ફરિયાદ કરી શકે છે કે, તેને તૈયારી કરવાનો પર્યાપ્ત સમય મળ્યો નથી. દક્ષિણ આફ્રિકા શ્રેણી પછી ખેલાડીઓના વ્યસ્ત કાર્યક્રમ અને પ્રેક્ટિસ મેચો ના રમી શકવાની ફરિયાદ કરી હતી. તેમની સાથે વાત કર્યા પછી જ અમે નક્કી કર્યુ કે ટી-20 શ્રેણી ટેસ્ટથી પહેલા રમાડવામાં આવશે.
Published at : 13 Aug 2018 08:13 PM (IST)
View More





















