ટી20 વર્લ્ડકપ ભારત અને યુએઇમાં શક્ય નહીં બને તો કયા દેશમાં રમાડવાનો બીસીસીઆઇએ બનાવ્યો પ્લાન, જાણો વિગતે
ટી20 વર્લ્ડકપ માટે બીસીસીઆઇ બેકઅપ પ્લાન બનાવવાનુ શરૂ કરી દીધુ છે. બીસીસીઆઇએ ટી20 વર્લ્ડકપ માટે કેટલીક મેચોને લઇને ઓમાન ક્રિકેટ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. ઓમાન ક્રિકેટના એક ઉચ્ચ અધિકારીએ આ વાતની પુષ્ટી કરી છે. આઇસીસીએ આ અઠવાડિયા બીસીસીઆઇને ઓક્ટોબર-નવેમ્બરમાં આ ટૂર્નામેન્ટને કરાવી શકવા માટે પોતાની તૈયારીઓને લઇને જવાબ આપવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો.
નવી દિલ્હીઃ દુનિયાની સાથે સાથે ભારતમાં પણ કોરોનાની બીજી લહેરે કેર મચાવ્યો છે. કોરોનાના કારણે ભારતમાં આઇપીએલ સહિતની ક્રિકેટ ટૂર્નામેન્ટને રદ્દ કરવી પડી હતી. આ કારણે બીસીસીસીઆઇ ચિંતામાં મુકાઇ ગયુ છે, બીસીસીઆઇ પાસે આ વખતે ભારતમાં આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપનુ આયોજન કરવાનો મોકો છે, પરંતુ કોરોના કારણે તેના પર હવે તલવાર લટકી રહી છે. બીસીસીઆઇએ અગાઉ પ્લાન બનાવ્યો હતો કે જો ટી20 વર્લ્ડકપનુ આયોજન ભારતમાં શક્ય ના હોય તો યુએઇમાં તેનુ સફળ આયોજન કરાવવામાં આવશે, પરંતુ હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે આ માટે વધુ એક બેકઅપ પ્લાન તૈયાર કર્યો છે.
ટી20 વર્લ્ડકપ માટે બીસીસીઆઇ બેકઅપ પ્લાન બનાવવાનુ શરૂ કરી દીધુ છે. બીસીસીઆઇએ ટી20 વર્લ્ડકપ માટે કેટલીક મેચોને લઇને ઓમાન ક્રિકેટ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. ઓમાન ક્રિકેટના એક ઉચ્ચ અધિકારીએ આ વાતની પુષ્ટી કરી છે. આઇસીસીએ આ અઠવાડિયા બીસીસીઆઇને ઓક્ટોબર-નવેમ્બરમાં આ ટૂર્નામેન્ટને કરાવી શકવા માટે પોતાની તૈયારીઓને લઇને જવાબ આપવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો.
આવામાં જ્યારે ભારતમાં કોરોનો વાયરસની ત્રીજી લહેરની આશંકા છે, ભારતમાં આ ટૂર્નામેન્ટનુ આયોજન મુશ્કેલ લાગી રહ્યું છે. આઇસીસીએ સ્ટેન્ડબાય વેન્યૂ તરીકે સંયુક્ત આરબ અમીરાતને તૈયાર રહેવાનુ કહ્યું છે. સાથે જ એ પણ કહેવામાં આવ્યુ છે કે કેટલીક મેચોના આયોજન માટે ખાડીના અન્ય દેશને પણ તૈયાર કરવામાં આવે.
યજમાનીનો અધિકારી બીસીસીઆઇની પાસે જ રહેશે, ઓમાન ક્રિકેટના સચિવ મધૂ જેસરાનીએ કહ્યું- આઇસીસીએ અમારો સંપર્ક કર્યો છે, અને ઓમાન ક્રિકેટના અધ્યક્ષ પંકજ ખિમજી, બીસીસીસીઆઇની સાથે વાતચીત કરી રહ્યાં છે, જેને મૂળ રીતે ટૂર્નામેન્ટની યજમાની કરવી છે.
બીસીસીસીઆઇએ શરુ કરી વાતચીત
ઓમાન વર્લ્ડકપની યજમાની માટે પુરેપુરુ તૈયાર છે. જેસરાનીએ આગળ કહ્યું- બીસીસીસીઆઇ સાથે વાતચીત હજુ ચાલુ થઇ છે. આઇસીસીએ અમારી પાસે કેટલીક વસ્તુઓ માંગી છે, તે એક મેજબાની સ્થળની શોધમાં છે. આ વિશે અમે વિવરણ કર્યુ છે. અમે તેમને કહ્યું છે કે અમે આ માટે તૈયાર છીએ. અમારી પાસે બે ટર્ફ પિચ મેદાન છે, જેમાંથી એકમાં ફ્લડલાઇટ્સ લગાવેલી છે.
ઓમાન આ વર્ષે થનારી ટી20 વર્લ્ડકપમાં ભાગ લેનારી 16 ટીમોમાંથી એક છે. આ દેશમાં ક્રિકેટ પુરેપુરી બિઝનેસ આધારિત છે, અને તેની દેખરેખ ખિમજી રામદાસ કરી રહ્યાં છે, જે ભારતીય મૂળના બિઝનેસમેન છે. જેસરાનીએ એ પણ કહ્યું કે બીસીસીઆઇને વર્લ્ડકપ કરાવવો કે નહીં કરાવવાને લઇને અંતિમ જવાબ આપવા માટે 28 જૂન સુધીનો સમય છે, અને ત્યાં સુધી ઓમાન ક્રિકેટને રાહ જોવી પડશે.