શોધખોળ કરો
Advertisement
મોહમ્મદ શમીના ધરપકડ વૉરંટને લઇને BCCIએ શું કરવાની વાત કહી, જાણો વિગતે
મોહમ્મદ શમી અને તેના ભાઈ હસીદ અહમદ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટે તેમને 15 દિવસમાં સરેન્ડર થવાનો સમય આપ્યો છે. શમી સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધાયેલો છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર બૉલર મોહમ્મદ શમીની ધરપકડને લઇને બીસીસીઆઇએ મોટુ નિવેદન આપ્યુ છે. બીસીસીઆઇએ કહ્યું કે તે આ કેસ અંગે પહેલા શમીના વકીલને મળશે અને તેની સાથે વાતચીત કરશે. બાદમાં કોઇપણ કાર્યવાહી કરવામાં આવશે. કોલકત્તાની એક કોર્ટે સોમવારે મોહમ્મદ શમી ઉપર ઘરેલુ હિંસા કરવાના મામલે ધરપકડ વૉરંટ ઇશ્યૂ કર્યુ છે.
બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ નામ ના જાહેર કરવાની શરત પર જણાવ્યું કે, ‘અમને પરિસ્થિતિની જાણકારી છે અને સૌથી પહેલા અમે મંગળવારે મોહમ્મદ શમીના વકીલ સાથે વાત કરીશું. અમે આ મામલે પુરેપુરુ અપડેટ ઇચ્છીએ છીએ. બીસીસીઆઇના એક અધિકારીએ ચોથા દિવસની રમત પહેલા જ શમી સાથે વાત કરી હતી. અમારે કોઇપણ સ્થિતિને નિપટવાની તૈયારી રાખવી પડશે.’
તેમને કહ્યું કે, ‘આ સમયે અમે એ વાત પર નિર્ભર છીએ કે મોહમ્મદ શમીના વકીલ અમને શું માહિતી આપે છે. થોડાક દિવસોમાં સિલેક્ટર્સને બતાવવુ પડશે કે શમી સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ માટે અવેલેબલ રહેશે કે નહીં.’
હાલમાં મોહમ્મદ શમી અને તેના ભાઈ હસીદ અહમદ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટે તેમને 15 દિવસમાં સરેન્ડર થવાનો સમય આપ્યો છે. શમી સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધાયેલો છે.
2018માં શમીની પત્ની હસીન જહાંએ તેના પર મારપીટ, હત્યાની કોશિશ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોવ લગાવ્યા હતા અને આ અંતર્ગત તેણે શમી સામે કેસ દાખલ કરાવ્યો હતો. શમીના તલાકનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement