સપ્ટેમ્બરમાં બીસીસીઆઈએ મેઘાલય તરફથી રમવા જઈ રહેલ દિલ્હીના ખેલાડી જસકીરત સિંહ સચદેવાને અંડર 19 ટૂર્નામેન્ટમાં રમવા માટે નકલી જન્મનું પ્રમાણપત્ર આપવા પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો.
2/4
બીસીસીઆઈએ કહ્યું કે, સત્રની શરૂઆતમાં જેમ કે રાજ્યના ક્રિકેટ એસોસિએશનને કહેવામાં આવ્યું છે, બીસીસીઆઈ ફરી કહેવા માગે છે કે 2018-19 સત્રથી જે પણ ક્રિકેટર પોતાની જન્મ તારીખ સાથે છેડછાડ કરવાના આરોપમાં દોષિત સાબિત થશે તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને બીસીસીઆઈની કોઈપણ ટૂર્નામેન્ટમાં રમવા પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે જે 2018-2019 અને 2019-2020 સત્ર સુધી રહેશે.
3/4
બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે, રમતમાં ખોટી ઉંમર દર્શાવનારને બીસીસીઆઈ ઝીરો ટોલરન્સની નીતિ અને બીસીસીઆઈના ટૂર્નામેન્ટમાં રજિસ્ટ્રેશન દરમિયાન જન્મ તારીખના સર્ટિફિકેટ સાથે છેડછાડના દોષીત ક્રિકેટર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
4/4
નવી દિલ્હીઃ બીસીસીઆઈએ ખોટી ઉંમર દર્શાવનાર ક્રિકેટર પર તમામ માન્ય ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી બે વર્ષ માટે પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય કર્યો છે.