તમામ આકરા વલણો છતા આ ગેરકાયદેસર સટ્ટાબાજી મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા ઝડપથી મજબૂત બની રહ્યો છે. દુનિયાના ઘણા દેશમાં સટ્ટાબાજી અને જુગાર સત્તાવાર છે. ભારતમાં પણ ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં સટ્ટાબાજી થઈ રહી છે. ગત વર્ષે સુપ્રીમ કોર્ટ લૉ કમિશનને કહ્યું હતું કે, આને સત્તાવાર બનાવવાની શક્યતાઓ પર વિચાર કરે.
2/4
કમિશનનું માનવું છે કે, કાયદામાં ફેરફાર કરીને તેને ટેક્સના દાયરામાં લાવવામાં આવે, જેનાથી રેવેન્યૂ મેળવી શકાય. સંસદે આના માટે મૉડલ લૉ બનાવવો જોઈએ. જણાવી દઈએ કે, હાલ સ્પોર્ટ્સમાં સટ્ટાબાજી અને ગેમ્બલિંગ માન્ય નથી. તેમ છતા ગેરકાયદેસર મોટા પ્રમાણમાં આ ધંધો ચાલે છે.
3/4
કમિશનનું કહેવું છે કે, સટ્ટેબાજીને સત્તાવાર બનાવીને પ્રત્યક્ષ તથા પરોક્ષ ટેક્સના દાયરામાં લાવવામાં આવે. આયોગનું માનવું છે કે, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણને આકર્ષિત કરવા માટે આ એક માધ્યમ બની શકે છે. પોતાના આ રિપોર્ટમાં લૉ કમિશને જણાવ્યું કે, આ પ્રકારની ગતિવિધિઓને રોકી શકવી શક્ય નથી. તેને યોગ્ય રીતે નિયંત્રીત કરવી જ એકમાત્ર ઉપાય છે.
4/4
નવી દિલ્હીઃ લો કમિશને ગુરુવારે ભલામણ કરી છે કે ક્રિકેટ સહિત અન્ય રમતોમાં સટ્ટાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાયદેસર કરવાને મંજૂરી આપવામાં આવે. સાથે જ એફડીઆઈ (વિદેશી પ્રત્યક્ષ રોકાણ) આકર્ષિત કરવા માટે સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે.