ભુવનેશ્વરે ડ્રેસિંગ રૂમના રહસ્યોનો ઘટસ્ફોટ કરતા કહ્યું કે રવિન્દ્ર જાડેજા માણસની સમજની પણ બહાર હોય એ હદ સુધી જુઠ્ઠુ બોલી શકે છે. અનેકવાર જાડેજા આવું સમજી વિચારીને કરે છે પરંતુ ક્યારેક તો તે સ્વાભાવિક રીતે જ નીકળી જાય છે. જોકે કોહલી આપસા હોય ત્યારે જાડેજા પોતાની જાત પર કાબુ રાખે છે.
2/4
ભુવનેશ્વર કુમાર આગળ જણાવે છે કે જ્યારે પણ કોઈ સાથી ખોટુ બોલે છે ત્યારે કોહલી તેની મજાક કરવાનું શરૂ કરી દે છે. કોહલી જાણે છે કે જાડેજા મોટાભાગે ખોટુ બોલતો હોય છે. આ જ કારણે જ્યારે પણ તેને એ વાતનો આભાસ થાય છે ત્યારે તે જાડેજાની મજાક કરવાની એક પણ તક જવા દેતો નથી.
3/4
રવિન્દ્ર જાડેજા 35 ટેસ્ટની 67 ઈનિંગમાં 165 વિકેટ લઈ ચૂક્યો છે. આ દરમિયાન તેણે 9 વાર 5 કે તેનાથી વધુ વિકેટ લીધી છે. જો 136 વનડે મેચોની વાત કરીએ તો તેણે 155 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તેનું સૌથી સારું પ્રદર્શન 36 રનમાં 5 વિકેટનું હતું. જ્યારે 40 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં જાડેજા 31 વિકેટ લઈ ચૂક્યો છે. આ ખેલાડીએ 211 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 3206 રન પણ બનાવ્યાં છે.
4/4
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ટીમના દિગ્ગજ ખેલાડીઓમાંથી એક છે. ભુવનેશ્વર કુમારે એવા ખેલાડીઓમાંથીછે જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમે છે. હાલમાં ભુવનેશ્વર કમારે ભારતીય ક્રિકેટ ટીમની આગામી ઇન્ટરનેશનલ સીરીઝ માટેની તૈયારીમાં લાગ્યા છે. જોકે ભુવનેશ્વર કુમારે હાલમાં આપેલ એક ઇન્ટરવ્યૂમાં ડ્રેસિંગ રૂમને લઈને ખુલાસા કર્યા છે. ભુવનેશ્વર કુમારે ભારતીય ક્રિકેટ ટીમના સૌથી મોટા ફેંકૂ ખેલાડીના નામનો ખુલાસો કર્યો છે.