શોધખોળ કરો
વર્લ્ડ કપ જીત પર બની રહેલી ફિલ્મ '83'માં બોમન ઈરાનીની એન્ટ્રી, જાણો કોની ભૂમિકા નિભાવશે?
બોલીવૂડ અભિનેતા બોમન ઈરાની હવે રણબીર સિંહની આગામી ફિ્લમ 83માં જોવા મળશે. સાજિદ નડીયાદવાલાએ રણબીર સિંહ અને ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાન સાથે બોમન ઈરાનીની તસ્વીરો સોશિયલ મીડિયા મીડિયા પર શેર કરી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા બોમન ઈરાની હવે રણબીર સિંહની આગામી ફિ્લમ 83માં જોવા મળશે. સાજિદ નડીયાદવાલાએ રણબીર સિંહ અને ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાન સાથે બોમન ઈરાનીની તસ્વીરો સોશિયલ મીડિયા મીડિયા પર શેર કરી છે. બોમન ઈરાની બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એક એવા અભિનેતા છે જેમણે પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલોમાં ખાસ ઓળખાણ બનાવી છે.
ફિલ્મ 83 માં બોમન ઈરાની ઇન્ડીયન ક્રિકેટ ટીમના ફોર્મર ઓપનીંગ બેટ્સમેન અને વિકેટકીપર ફારુખ એન્જિનિયરના પાત્રમાં જોવા મળશે. ફારુખ એન્જિનિયર ૧૯૮૩ ના વર્લ્ડ કપ દરમિયાન ભારતના એકમાત્ર કોમેન્ટર પણ હતા.
ફિલ્મ 83 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતની પ્રથમ જીત પર આધારિત છે. આ ફિલ્મમાં રણબીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્નીનો રોલ પ્લે કરતી જોવા મળશે. આ ફિલ્મને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યા છે. આગામી વર્ષે 10 એપ્રિલના ફિલ્મ રીલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement