શોધખોળ કરો
Advertisement
આ ખેલાડીને પત્નીની ભત્રીજી સાથે થઈ ગયો પ્રેમ અને પછી તેણે વાઈફને જ.....
બ્રાઝીલના ફુટબોલર ગિવાનિલ્દો વિરેરા ડિ સૌસાની , જેને ફેન્સ ‘હલ્ક’ના નામથી ઓળખે છે.
નવી દિલ્હીઃ અજબ પ્રેમની ગજબ કહાની….આ સ્ટોરી પણ એવી જ છે. એ શખ્સ જેને પત્ની અને 3 બાળકો છે. પરિવાર સાથે તે સારું જીવન પણ જીવી રહ્યો છે. પરંતુ અચાનક તેને 12 વર્ષ જૂના લગ્ન સંબંધને એક જ ઝાટકે તોડી દીધા. વાત અહીં પૂરી નથી થતી. એ શખ્સ છૂટાછેડાના અમુક મહિના બાદ એવી જાહેરાત કરે છે કે તે પૂર્વ પત્નીની ભત્રીજીને પ્રેમ કરે છે. જોકે એક નજરમાં આ કોઈ બોલિવૂડ ફિલ્મ જેવી કહાની લાગે છે પરંતુ આ એક સાચી હકીકત છે.
બ્રાઝીલના ફુટબોલર ગિવાનિલ્દો વિરેરા ડિ સૌસાની , જેને ફેન્સ ‘હલ્ક’ના નામથી ઓળખે છે. હલ્ક પોતાની પત્ની ઈરાન એન્જલોથી જુલાઈ 2019માં અલગ થયો. તેના બે મહિના બાદ પોતાની પત્નીની ભત્રીજી કેમિલાના પ્રેમમાં પડ્યો. હાલમાં જ ચીનના શંઘાઈ સુપર લીગમાં એસઆઈપીજીમાં રમનારા આ સ્ટારે આ વાતનો ખુલાસો કર્યો છે. તેની પુષ્ટિ કેમિલાએ પણ કરી દીધી છે.
રિપોર્ટ પ્રમાણે ‘હલ્ક’ તેના પ્રેમને દુનિયાથી છુપાવવા માંગતો નહોતો. તેથી તેને હાલની ગર્લફ્રેન્ડ એટલે કે પૂર્વ પત્નીની ભત્રીજીના પિતા અને ભાઇને આ અંગે માહિતી આપી દીધી છે.
બીજી તરફ કેમિલાએ પોતાની ફઈ ઈરાન માટે મેસેજ મોકલ્યો અને કહ્યું કે, ‘સંબંધ અંગે આ કોઈ સ્પષ્ટીકરણ નથી. તેણે ‘ધ સન’ને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હું કેટલીક વાત તમારી સાથે એકલામાં કરવા માગતી હતી, પરંતુ યોગ્ય તક ન મળી. હું તમને ખૂબ પ્રેમ કરું છું. હું નહોતી જાણતી કે આવું થઈ જશે, પરંતુ દિલ પર કોનો કંટ્રોલ હોય છે. હું દરેક વાત માટે માફી માગુ છું.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement