શોધખોળ કરો
Advertisement
રોહિત શર્માએ મોટેરા સ્ટેડિયમમાં રમવા વિશે શું કરી કોમેન્ટ? જાણીને આશ્ચર્ય થશે
સૌથી પહેલા આ સ્ટેડિયમ 1982માં બનાવવામાં આવ્યું હતું. તેના માટે ગુજરાત સરકારે 50 એકર જમીન આપી હતી.
નવી દિલ્હીઃ અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ટૂંકમાં જ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની જશે. તેમાં 1.10 લાખ લોકો બેસવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાથે થઈ શકે છે.
હિટમેન રોહિત શર્મા આ સ્ટેડિયમનું દ્રશ્ય જોઈને રોમાચિંત છે. તેણે ટ્વીટ કરીને લખ્યું- આશ્ચર્યજનક...સ્ટેડિયમ વિશે આટલું બધું સાંભળ્યા બાદ હવે ત્યાં રમવા માટે રાહ નહીં જોઈ શકું.Looks amazing heard so much about it, can’t wait to play there @BCCI 😁 https://t.co/0bb5rLpSGr
— Rohit Sharma (@ImRo45) February 19, 2020
આ સ્ટેડિયથી બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ ખૂબ જ પ્રભાવિત જોવા મળ્યા. ગાંગુલીએ ટ્વીટર પર લખ્યું, ‘અમદાવાદમાં આટલું મોટું અને શાનદાર સ્ટેડિયમ જોઈને ખુશ થયો...એક ખેલાડી, કેપ્ટન તરીકે આ મેદાન સાથે મારી અનેક યાદો જોડાયેલ છે. ઇડનમાં હજારો લોકની હાજરી જોઈને મોટો થયો..આ સ્ટેડિયમને 24 તારીખે જોવા માટે આતૂર છું.’The Sun is out! 🌞#MoteraStadium Ahmedabad, India 🇮🇳 pic.twitter.com/JYAC886Bd4
— BCCI (@BCCI) February 19, 2020
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ લખ્યું- શાનદાર લાગી રહ્યું છે. દરેક ભારતીય ક્રિકેટ પ્રેમી માટે સાચવી રાખવા જેવી પળ. વિશ્વ સ્તરીય સુવિધા- 1,10,000થી વધારેની ક્ષમતા. આ સ્ટેડિયમને ફરી બનાવવામાં આવ્યું છે. સૌથી પહેલા આ સ્ટેડિયમ 1982માં બનાવવામાં આવ્યું હતું. તેના માટે ગુજરાત સરકારે 50 એકર જમીન આપી હતી. 1983માં આ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરવામાં આવ્યું. અત્યાર સુધી મોટેરામાં એક ટી-20 ઇન્ટરનેશનલ, 12 ટેસ્ટ મેચ અને 24 વનડે ઇન્ટરનેશનલ મેચનું આયોજન કરવામાં આવ્યું.Looks simply spectacular. A moment to cherish for every Indian cricket lover. World class facility seating 110,000 plus @JayShah #MoteraStadium 🇮🇳🏏 https://t.co/qewlb8XMAw
— Ravi Shastri (@RaviShastriOfc) February 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement