શોધખોળ કરો
રોહિત શર્માની સાથે આ ક્લબમાં સામેલ થયો મયંક અગ્રવાલ, જાણો વિગત
1/3

નવી દિલ્હીઃ જાણીતી ટાયર નિર્માતા કંપની સીએટ લિમિટેડે ભારતીય ટેસ્ટ ક્રિકેટ મયંક અગ્રવાલ સાથે કરાર કર્યો છે. સીએટ સાથે જોડાયા બાદ મયંક હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સીએટના લોગો વાળા બેટથી રમતો નજરે પડશે. મયંકની પહેલા રોહિત શર્મા, અજિંક્ય રહાણે, ઈશાન કિશન, શુભમન ગિલ અને મહિલા ક્રિકેટ ટીમની ટી20 કેપ્ટન હરમનપ્રીત કૌર પણ જોડાઈ ચુક્યા છે. આમ હવે મયંક પણ સીએટની ક્લબમાં સામેલ થઈ ગયો છે.
2/3

મયંકે સીએટ સાથે જોડાયા બાદ કહ્યું કે, મેદાનની અંદર અને બહાર એક બ્રાન્ડના રૂપમાં તેનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. સીએટના પ્રતિભાશાળી અને સફળ ક્રિકેટરોના ગ્રુપમાં સામેલ થવા બદલ હું ગૌરવની લાગણી અનુભવું છું અને મને મારી જવાબદારીનો અહેસાસ કરાવે છે.
Published at : 12 Feb 2019 06:05 PM (IST)
View More




















