નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની ટેસ્ટ સીરિઝમાં શરમજનક હાર બાદ ખેલાડીઓની સાથે સાથે કોચ રવિ સાસ્ત્રીએ પણ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. શાસ્ત્રીએ ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ જ્યારે એવું નિવેદન આપ્યું કે, આ વિતેલા 15-20 વર્ષની સર્વશ્રેષ્ઠ ભારતીય ટીમ છે ત્યારે તેમની ટીકા વધી ગઈ હતી. તેમના ટીકાકારોની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે અને એ છે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ચેતન ચૌહાણ.
2/4
ચૌહાણે કહ્યું હતું કે હું એ વાતથી સહમત નથી. 1980ના દશકમાં ભારતીય ટીમ વિદેશનો પ્રવાસ કરનાર સર્વશ્રેષ્ઠ ટીમ હતી. દુબઈમાં એશિયા કપમાં ભારતની જીતવાની સંભાવનાઓ પર ચૌહાણે કહ્યું હતું કે ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે જેના કારણે શાનદાર પ્રદર્શનની આશા છે. આ પહેલા સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગ પણ શાસ્ત્રીને હટાવવાની માગ કરી ચૂક્યા છે.
3/4
ઉત્તર પ્રદેશના રમત મંત્રી ચેતન ચૌહાણ પૂર્વ ક્રિકેટરો દ્વારા શાસ્ત્રીને કોચ પદેથી હટાવવાની માગ પર સહમતી દર્શાવી છે. તેમણે કહ્યું હતું કે રવિ શાસ્ત્રી સારા કોમેન્ટેટર છે અને તેમણે તે જ કરવું જોઈએ. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા પદ પરથી હટાવી દેવા જોઈએ.
4/4
ચેતન ચૌહાણે પત્રકારોને કહ્યું હતું કે ટીમ ઇન્ડિયા પાસે શાનદાર પ્રદર્શનની આશા હતી. બંને ટીમો સમાન હતી પણ ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પુંછડીયા બેટ્સમેનો પર લગામ લગાવવામાં નિષ્ફળ રહી હતી. ચૌહાણે શાસ્ત્રીના એ નિવેદનની પણ ટિકા કરી હતી જેમાં તેમણે વિરાટ કોહલીની આગેવાનવાળી વર્તમાન ટીમને વિદેશનો પ્રવાસ કરનાર સર્વશ્રેષ્ઠ ટીમ ગણાવી હતી.